સુરેન્દ્રનગરના ડેપોમાં બસની રાહ જોઇને ઉભા રહેલા મુસાફરોને સફાઇના અભાવે ઉડતી કપચી અને ધૂળનો સામનો કરવો પડતા રોષ ફેલાયો હતો. અભ્યાસ, પરીક્ષા બાદ ઘેર જવા માટે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની સંખ્યા ડેપોમાં વધુ જણાઇ હતી. પરંતુ ધૂળ સહિતની મુશ્કેલીઓનો મુસાફરો સહિતના લોકોને કરવો પડી રહ્યો છે.
સુરેન્દ્રનગર એસટી ડેપોમાંથી પસાર થતી બસોમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કે પરીક્ષા માટે તેમજ અપડાઉન કરતા લોકો એસટી ડેપોમાં ઉમટી પડે છે. આ દરમિયાન બસની રાહ જોઇને જામેલી મુસાફરોની ભીડ હંગામી બસ સ્ટેશના મેદાનમાં પાથરેલી કપચીઓ બસના ટાયરોમાં ઉડીને મુસાફરોને લાગતી હોવાની તેમજ ઉડતી ધૂળનો સામનો કરવો પડતા રોષ ફેલાયો હતો.
આ અંગે ચંદ્રેશભાઈ, કલ્પેશભાઇ, વિરેન્દ્રભાઈ, નનીબેન, પારૂલબેન સહિતના વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે, ડેપોમાં ધૂળનો ઉડતી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આથી મુસાફરોના આરોગ્યને ધ્યાને લઇને સફાઇની કાર્યવાહી કરાવવી જોઇએ. અને પાથરેલી કપચીઓ તેમજ બસો જે સ્થળે આવે તે ત્યાં પાણીનો છંટકાવ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.