માંગ:સુડવેલ સોસાયટીમાં છેલ્લાં 25 વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ સુડવેલ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો પરેશાન. - Divya Bhaskar
વઢવાણ સુડવેલ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો પરેશાન.
  • ગટરના પાણીનો નિકાલ કરી સુવિધાઓ આપવામાં આવે તેવી તંત્ર પાસે રહીશોની માંગ

વઢવાણ લખતર રોડ આવેલી સુડવેલ સોસાયટીમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી અને બિસમાર રસ્તાઓથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે સોસાયટી છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક સુવિધા માટે ઝંખી રહી છે. આ વિસ્તારમાં આશરે 1500 મકાન અને 4500થી વધુ લોકો વસવાટ કરે છે. બિસમાર રસ્તા અને ગટરના ગંદા પાણી નિકાલ સહિતનો પ્રાથમિક સુવિધા મળે તેવી લોકોની માંગ ઉઠી છે.

શહેરની સયુક્ત નગરપાલિકાના વોડ નંબર 6માં આવેલી સુડવેલ સોસાયટીમાં બિસમાર રોડ ગટર સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે સોસાયટીમાં ગટરના પાણીનો નિકાલ ન હોવાના કરાણે ઠેર ઠેર ગટરના ગંદા પાણીનું સામ્રાજય છે.

આ સોસાયટીમાં રહેતા મુશ્તાક શમા, નજીર ચૈાહાણ સહિતના જણાવ્યુ કે આશરે 25 વર્ષથી આ સોસાયટી બનેલી છે. આ વિસ્તારમાં આશરે 1500 મકાન અને 4500થી વધુ લોકો વસવાટ કરે છે. જ્યારે ગટર અને પાકા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ જેવા મળી રહ્યો છે.ત્યારે સોસાયટીમાં ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે.

ત્યારે રાહદારી અને વાહનચાલકોને ગંદા પાણીમાંથી નિકળવા મજબુર થવું પડે છે. જેથી આ ગટરના ગંદા પાણીનો નિકાલ ન થવાના કારણે મચ્છરના ઉપદ્વવ અને રોગચારાની દહેશત છે. આ ગટર અને સારા રસ્તા બનાવામાં આવે તેવી જવાબદાર તંત્ર પાસે લોકોની માંગણી અને લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...