સમસ્યા:સંત સવૈયાનાથ ટાઉનશિપમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, 4 વર્ષથી રસ્તા, પાણી સહિતની સુવિધા નથી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર સંત સવૈયાનાથ ટાઉનશિપમાં પ્રાથમિક સુવિધાઓનો  અભાવથી રહીશો પરેશાન થઇ રહ્યા છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર સંત સવૈયાનાથ ટાઉનશિપમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવથી રહીશો પરેશાન થઇ રહ્યા છે.
  • કલેક્ટર કચેરીએ રજૂઆત, આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરની સંત સવૈયાનાથ ટાઉનશિપમાં રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, લાઇટની સુવિધા ન મળતા લોકો રોષે ભરયા હતા. આથી કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી ડેવલપર સામે કાર્યવાહી, સુવિધાની માગ કરી હતી. જો તેમ નહીં કરાય તો આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગરની છેવાડાની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો હેરાન થતા હોય છે. આવી જ સમસ્યા શહેરની સંત સવૈયાનાથ ટાઉનશીપમાં પ્રાથમિક સુવિધાન મળતા રહીશો કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુંજબ મૂળચંદ રોડ પર આવેલ અમારી ટાઉનશીપમાં વર્ષ 2019માં ડેવલપર્સ દ્વારા બનાવાઇ છે.જેમાં ત્રણ વિભાગોમાં 338 મકાનોમાં અમો રહીએ છીએ.જ્યારે ટાઉનશીપનું બ્રોસર બનાવાયુ ત્યારે ડેવલપરે આકર્ષક રોડ, પ્રવેશદ્વાર, સીસીરોડ, સ્ટ્રીટલાઇટ, સિનિયરસીટીઝન માટે બેઠક વ્યવસ્થા સહિત સુવિધાઓ દર્શાવી હતી.

પણ આજ સુધી તે મળી નથી.સોસાયટી રજીસ્ટ્રેશન કરાવાવ પ્રયાસ થયો ત્યારે બધાને વિશ્વાસમાં લીધા વીના કર્યુ હોવાથી રજીસ્ટ્રેશન અટકાવ્યુ છે.જ્યાં સુધી તમામ પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી રજીસ્ટ્રેશન ન થાય તે જરૂરી છે.જ્યારે ડેવલપર્સને પૈસા ભરી દીધા બાદ પણ સુવિધા માટે માંગ કરી તો હેરાન કરાવામાં આવે છે.

અમારી સોસાયટીમાં પાણીની ટાંકીમાં પાઇપલાઇન વ્યવસ્થીતન નાંખતાપાણીની સમસ્યા છે.રસ્તા અને ગટરના અભાવે ચોમાસામાં મુશ્કેલી થાય છે.જ્યારે મકાનના કામમાં પણ હલકી ગુણવતા વાપરવામાં આવી છે.આ અંગે વારંવાર રજૂઆત છતા કોઇ પરીણામ આવ્યુ નથી જો તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...