તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારું પરિણામ:સુરેન્દ્રનગરની લેબમાંથી ચોરાયેલાં મ્યુકરનાં ઇન્જેક્શન નકલી, ફૂગનું સંક્રમણ અટકાવતું તત્ત્વ જ નથી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લીપોસોમલ એફોટેરિસિન-બી તત્ત્વની માત્રા શૂન્ય હોવાથી શરીરમાં વાઇરસ અટકાવી ન શકે: ડ્રગ વિભાગ

સુરેન્દ્રનગરમાંથી મ્યુકોર માઇકોસીસનાં ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અંકલેશ્વરની લાયકા લેબના જુનિયર એક્ઝિક્યુટિવ અભય સિંગે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે કંપનીમાંથી જ લાગ જોઈને 20 ઇન્જેક્શનની ચોરી કરી હતી. પરંતુ આ ઇંજેક્શનની ડ્રગ વિભાગે તપાસ કરતાં તેમાં ફૂગનું સંક્રમણ એટલે કે ફંગસ ઇન્ફેક્શન વધતું અટકાવતા લીપોસોમલ એફોટેરિસિન-બી નામના તત્ત્વની માત્રા શૂન્ય આવી હતી. એટલે કે આ ઇંજેક્શન નકલી નીકળ્યાં છે. આમ, અજયે ખરેખર કંપનીમાંથી જ ઇન્જેક્શન ચોર્યાં હોય તો નકલી કઈ રીતે નીકળે, તે પ્રશ્ન વિચારતા કરી મૂકે એવો છે.

સિટી પોલીસ ટીમે સીજે હોસ્પિટલ પાસેથી સીટીપીઆઇ અને વી.વી.ત્રિવેદી અને ડીસ્ટાફે લીંબડીના ખોડીયારનગરમાં રહેતા દલસુખ પરમાર ત્યારબાદ હરસિધ્ધીપાર્કમાં રહેતા સમીર મન્સુરીને 20 ઇન્જેક્શન કિંમત રૂ.1.40 લાખ સાથે ઝડપી પાડ્યો હતો. તરૂણ ઉર્ફે શિવમ રાવલ અને અમદાવાદના પ્રિત ત્રાંબડિયાનું નામ ખુલતા જેમાં પ્રિતને ઝડપી પડાયો હતો. ગાંધીનગર રહેતા દિગ્વીજયસિંહ વાઘેલા, જજ્ઞેશ પટેલ, અને અંકલેશ્વરનો કેતન પટેલ અને અભય સિંધીને એમ કુલ 7 શખસને પકડી પાડ્યા હતા.શિવમ હજુ ફરાર છે. પકડાયેલા 20 ઇન્જેક્શન ડુપ્લીકેટ છે કે નહીં તેની વિગતો મેળવવા ડ્રગવિભાગની મદદ લેવા સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ આવતા દવામાં જરૂરી લાઇપોઝોમલ એમ્ફોટેરીશીન -બીની માત્રા કરતા દવામાં આ જરૂરી દ્વવ્ય હતુ જ નહીં આથી આ ઇન્જેક્શન ડુપ્લીકેટ હોવાનું સાબિત થયુ છે.

મ્યુકોરની સારવારમાં વપરાય તો દર્દી સાજો ન થાય
આ અંગે ખાનગી ડોક્ટરે નામ ન આપવાની શરતે જણાવ્યુ કે મ્યુકોરની સારવારમાટે લાઇપોઝોમલ એમ્ફોટેરીશીન -બી ખુબ અગત્યનો રોલ ભજવે છે.દ ્વવ્ય એક ઇન્જેક્શનમાં 50થી 100માં ઇન્જેક્શન આવતા હોય છે પેશન્ટ ના શરીર વજન મુજબ અપાય છે. 50 અને 100 મીલીગ્રામ સ્ટ્રેન્થ હોય છે. દર્દીના વજન નક્કી થાય છે. કેટલુ મ્યુકોર ફેલાયુ છે તેના પરતે નક્કી થાય મ્યુકોરએ ઘાતક ફંગસ હોવાથી જલદી ફેલાય છે. તુરંત રોકવું જરૂરી હોવાથી ઇન્જેક્શનનો ઉપયોગ જલ્દીથી કરવો. આ ઇન્જેક્શનમાં જરૂરી દ્વવ્ય ન હોવાથી દર્દી સાજો ન થાય પરંતુ ફંગસ ફેલાતું રહે.

સીધી વાત: વી.જી. કથગરા, ડ્રગ ઈન્સ્પેક્ટર
સવાલ:
મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના સેમ્પલમાં શું ફેર છે.
જવાબ: ઇન્જેક્શનના સેમ્પલની તપાસ કરતા મ્યુકોરની સારવારમાં જરૂરી દ્વવ્ય લીપોસોમલ એફોટેરીશીન-બીની માત્રા શુન્ય આવી છે.

સવાલ:આ ઇન્જેક્શન સારવારમાં વપરાય તો શું થાય
જવાબ:આ ઇન્જેક્શનમાં જરૂરી દવાની માત્રા શુન્ય છે તેથી દર્દીને વાયરસથી પ્રોટેક્શન ન મળે

​​​​​​​સવાલ: આરોપીઓ સામે શું કાર્યવાહી કરાશે
જવાબ: રીપોર્ટની બજવણી કરી ડ્રગ એન્ડ કોસ્મેટીક એક્ટ જોગવાહી મુંજબ કોર્ટમાં કેસ દાખલ કરાશે

અન્ય સમાચારો પણ છે...