રણ બન્યું પ્રદુષણ મુક્ત:કચ્છનું નાનુ રણ સૌર ઉર્જા સંચાલિત બનતા અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કચ્છનું નાનુ રણ સૌર ઉર્જા સંચાલિત બનતા અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા - Divya Bhaskar
કચ્છનું નાનુ રણ સૌર ઉર્જા સંચાલિત બનતા અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા
  • ખારાઘોડા, ઝીંઝુવાડા અને કૂડા રણના 1600 પરિવારોને સોલાર ઉર્જાનો લાભ મળ્યો
  • અગરિયાઓને સોલાર ઉર્જા સિસ્ટમ ખરીદવા 80 ટકા સબસિડીની સહાય અપાઈ

દેશના કુલ ઉત્પાદનનું 70 ટકા મીઠુ પકવતા ગુજરાતના અગરિયાઓ 18મી સદીમાં જીવતા હોવાનો ગોઝારો ઘાટ હતો. કચ્છના નાના રણમાં પરંપરાગતરીતે મીઠું પકવતા અગરિયા સમુદાય માટે વર્ષો બાદ સોનાનો સૂરજ ઉગ્યો છે કારણ કે, હવે કચ્છનું આખુ નાનુ રણ પ્રદુષણ મુક્ત સૌર ઉર્જા સંચાલિત બન્યું છે.

રણના અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા છે. જેમાં ખારાઘોડા, ઝીંઝુવાડા અને કૂડા રણના 2200 અગરિયા પરિવારોમાંથી 1600 પરિવારોને સોલાર મળી બાકીના અગરિયાઓને પણ ઝડપી લાભ મળશે.

સમગ્ર વિશ્વમાં ચીન અને અમેરિકા બાદ મીઠાના ઉત્પાદનમા ભારત ત્રીજા નંબરે છે અને એમાય ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70 % મીઠાનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતમાં થાય છે. એમાંથી 35 ટકા મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કુડા રણમાં પાકે છે. અત્યાર સુધી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો ડીઝલ એન્જીનમાંથી બ્રાઇન મેળવી મીઠું પકવે છે. ત્યારે બે વર્ષ અગાઉ ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર રણને પ્રદુષણમુક્ત સૌર ઉર્જા સંચાલિત બનાવવાની યોજના અમલમાં મુકવાની જાહેરાત કરાતા છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાયના જીવનમાં વર્ષો બાદ સોનાનો સુરજ ઉગ્યો હતો.

જે અગરિયા પાસે શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઓળખ કાર્ડ હોય એવા 10 એકરમાં મીઠું પકવતા અગરિયાઓ અને સહકારી મંડળીમાં મીઠું પકવતા અગરિયાઓને આ લાભ મળ્યો હતો. જેમાં સૌ પ્રથમ અગરિયા સૌલાર ઉર્જા સીસ્ટમ ખરીદ્યા બાદ 6 મહિનાની અંદર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરાતા લાભાર્થી અગરિયાના ખાતામાં સોલાર ઉર્જા સીસ્ટમની 80 % સબસિડીની રકમ ખાતામાં જમા થશે અને બાકીની 20 % રકમ લાભાર્થી અગરિયાએ ભોગવવાની રહેશે. હાલમાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા દરેક અગરિયા પાસે સોલાર સિસ્ટમની સગવડ થઇ જતા હવે કચ્છનું આખુ નાનુ રણ પ્રદુષણ મુક્ત સૌર ઉર્જા સંચાલિત બન્યું છે.

રણના અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા છે. જેમાં ખારાઘોડા, ઝીંઝુવાડા અને કૂડા રણના 2200 અગરિયા પરિવારોમાંથી 1600 પરિવારોને સોલાર મળી બાકીના અગરિયાઓને પણ ઝડપી લાભ મળશે. થોડા ઘણા અગરિયાઓ રહી જશે એમને આવતા વર્ષની મીઠું પકવવાની સીઝન પહેલા સોલાર સિસ્ટમનો લાભ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...