રોષ:ઉમરડા ગામની કુમાર અને કન્યા પ્રા. શાળા મર્જ કરવાનો વિરોધ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોષે ભરાયેલા ગ્રામજનો કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું
  • જો શાળા મર્જ કરવાનો નિર્ણય પાછો ન લેવાય તો શાળાને તાળા બંધી અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરાશે આપી

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ઉમરડા ગામે આવેલી કુમાર અને કન્યા શાળા બન્ને મર્જ કરવાના તંત્રએ નિર્ણય લીધો હતો.જેના વિરોધમાં ગ્રામજનો રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતાં. અને આ નિર્ણય પાછો ખેંચવામાં નહી આવે તો આગામી સમયમાં શાળાને તાળા બંધી અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

મૂળી ઉમરડા ગામે આવેલી સરકારી કુમાર અને કન્યા બન્ને શાળાઓ હાલ અલગ અલગ આવેલી છે.આ બન્ને શાળાઓને મર્જ કરી એક કરવાનો નિર્ણય લેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.આથી સીકંદરભાઇ મુલતાની, નારસંગભાઇ, આર.એલ.પરમાર સહિત ગ્રામજનો કલેક્ટર કચેરી ધસી આવી આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવ્યા મુંજબઆ ગામમાં ધો.1થી8ની કુમાર અને કન્યા શાળા અલગ ચાલે છે.જેમાં કુમારમાં 218 અને કન્યામાં 220ની સંખ્યાછે.

આ બંન્ને શાળાના અલગ બિલ્ડીંગ સુવિધા સાથેના હોવાછતા શિક્ષણ વિભાગ દ્વારા અચાનક જ બન્ને શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કરાયો છે.આ શાળા મર્જ કરવાના નિર્ણયનો એસએમસી કમિટી દ્વારા તથા શિક્ષણ સમિતિમાં જિલ્લા‎ શિક્ષણ સમિતિ સભ્યોએ વિરોધ‎ કરવા છતાં તંત્ર દ્વારા મનસ્વી‎ રીતે આવો નિર્ણય લેવામાં‎ આવ્યો હોવાનો આક્ષેપ‎કરવામાં આવ્યો હતો.‎ સરકારના 9-5-11ના ઠરાવ‎​​​​​​​ જબ 100કે તેથી નીચેની‎ સંખ્યા ધરાવતી શાળાને જ‎ નિયમ લાગે છતા શાળા મર્જ‎​​​​​​​ કરાઇ છે.

‎ હાલ સરકાર શિક્ષણ અને‎ કન્યા કેળવણીને ઉતેજન‎​​​​​​​આપવનું કહે છે. અને આમ‎ જો શાળા મર્જ થશે તો કુમાર‎ અને કન્યા બન્ને શાળા મર્જ‎​​​​​​​ કરાતા ખાસ કરીને દિકરીઓના‎ અભ્યાસ પર અસર પહોંચશે.‎ અને ડ્રોપ આઉટ રેશીયો‎​​​​​​​ વધશે. તંત્ર દ્વારા શાળા મર્જ‎​​​​​​​ કરવાનો નિર્ણય પાછો‎​​​​​​​ ખેંચવામાં આવે તેવી માંગ‎ કરી. જો નિર્ણય પાછો નહીં‎​​​​​​​ ખેંચાય તો આગામી સમયમાં‎​​​​​​​ શાળાઓને તાળાબંધી કરવા સહિત ગાંધીચિંધ્યામાર્ગે વિરોધ‎​​​​​​​ કરવાની ચિમકીઆપી હતી.‎

અન્ય સમાચારો પણ છે...