તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:ધ્રાંગધ્રામાં 161 વર્ષ જૂની પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવણી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં 161 વર્ષ જૂની પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવણી - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં 161 વર્ષ જૂની પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવણી
  • હવેલીમાં ગિરધારીજીની જે મૂર્તિ છે તે 500થી વધુ વર્ષ જૂની છે

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં આવેલી 161 વર્ષ જૂની પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવણી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રામાં આવેલી હવેલીમાં ગિરધારીજીની જે મૂર્તિ છે તે 500થી વધુ વર્ષ જૂની છે.

કૃષ્ણ જન્મની ઉજવણી સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે ત્યારે લોકો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા માટે લોકો શ્રી કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. ત્યારે પુષ્ટિય સંપ્રદાયની હવેલીમાં કઈક અલગ રીતે કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવે છે.ધ્રાંગધ્રામાં આવેલ 161 વર્ષ જૂની આ હવેલીમાં કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો.

હવેલીમાં ગિરધારીજીની જે મૂર્તિ છે તે 500થી વધુ વર્ષ જૂની છે. આ હવેલીમાં વૈષ્ણવો દ્વારા ભજન કિર્તન ગાવામાં આવે છે. તેમજ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. જેમાં દૂધ દહીં સાકર, મધ અને ખાંડ નાખીને પંચામૂર્ત બનાવવામાં આવે છે. હવેલીમાંની અંદર ભગવાન શ્રી કૃષ્ણની છઠી રાંધણ છઠના દિવસે લખવામાં આવે છે. જે રાધા અષ્ટમી સુધી રાખવામાં આવે છે. આ હવેલીમાં દર વખતે મોટી સંખ્યામાં વૈષ્ણવો આજના દિવસે દર્શન કરવા આવે છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે સરકાર ની ગાઈડ મુજબ દર્શનાથી ઓ દર્શન કરીને આજના દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. સાથે માલધારી સમાજના ભાઈ બહેનો દ્વારા હવેલીના પટાગણમાં રાસ ગરબા પણ રમવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...