તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની કહેર:પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બે ડોઝ લેવા છતાં કોવિડ પોઝીટીવ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બે ડોઝ લેવા છતાં કોવિડ પોઝીટીવ - Divya Bhaskar
પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બે ડોઝ લેવા છતાં કોવિડ પોઝીટીવ
 • પાટડીમાં છેલ્લા 3 દિવસમાં કોરોના પોઝીટીવના 15 કેસોથી ફફડાટ

પાટડીમાં છેલ્લા ત્રણ દિવસમાં અેક 10 વર્ષના બાળક સહિત કુલ 15 કોરોના પોઝીટીવ કેસો સામે આવતા લોકો ફફડી ઉઠ્યા છે. અેમાય પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા છતાં આજે તેઓ કોરોના પોઝીટીવ આવતા સાણંદ અેમના માદરે વતનમાં હોમ કોરોન્ટાઇન થયા છે. જ્યારે પાટડી અેક જ પરિવારના પાંચ લોકો અેક સાથે કોરોના પોઝીટીવ આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટડીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નિપજવાના બનાવો બનવા પામ્યાં હતા. કોરોનાની બીજી લહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં પાટડી સહિત આજુબાજુના ગામડાઓમાં મળીને 15થી વધુ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં પાટડીના અેક 10 વર્ષના બાળકને કોવિડ પોઝીટીવ સહિત અેક જ પરિવારના પાંચ લોકો કોરોનાની ઝપટમાં આવતા હાલ હોમ કોરોન્ટાઇન છે. જ્યારે પાટડી તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોંલકી પણ કોરોના પોઝીટીવ આવતા હોમ કોરોન્ટાઇન થયા છે.

પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજ જાદવે પણ થોડા સમય અગાઉ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં આજે કોરોના પોઝીટીવ આવતા અેમના માદરે વતન સાણંદમાં જ હોમ કોરોન્ટાઇન થયા છે. પાટડીમાં કોરોનાના વધતા જતા કેસોથી નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક અને સેનેટાઇઝરના ફરજીયાત ઉપયોગ કરવાની સાથે સોશ્યલ ડીસ્ટન્સીગ પર ભાર મુકવાની વિનંતી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ તો જણાવે છે કે, અેક વખત કોરોના થયા પછી પણ ફરી કોરોના થઇ શકે છે. અને કોરોના વેક્શીનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના થઇ શકે છે. પણ આ રસીથી અેન્ટી બોડીમાં કોરોના ઘાતક નિવડતો નથી આથી દરેક નાગરિકે કોરોનાની રસી અવશ્ય લઇ લેવી જોઇએ. પાટડીમાં વધતા જતા કોરોનાના કેસોથી લોકો ઘરની બહાર નીકળવાના બદલે ઘેર જ આરામ કરવાનું પસંદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો