તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાનમાં નિયમ ભંગ:હળવદમાં ભાજપ આયોજિત રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઇડલાઇન ભુલાઈ, નેતાઓ ફોટોશેસનમાં મસ્ત

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ભાજપ આયોજિત રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઇડલાઇન ભુલાઈ, નેતાઓ ફોટોશેસનમાં મસ્ત - Divya Bhaskar
હળવદમાં ભાજપ આયોજિત રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઇડલાઇન ભુલાઈ, નેતાઓ ફોટોશેસનમાં મસ્ત
  • રક્તદાન કેમ્પમાં 58 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું

કેન્દ્રમાં ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં આજે હળવદ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 58 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યાં હતા. પણ ભાજપ આયોજિત રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઇડલાઇન ભુલાઇ હતી. તથા નેતાઓએ ફોટોશેસન કરાવવામાં મસ્ત હતા.

રક્તદાન કેમ્પમાં ફુલ 70 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

હળવદ એપીએમસી ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ફુલ 70 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 58 વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે. રક્તદાન કેમ્પમાં પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ પટેલ, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડ પટેલ, પૂર્વ ચેરમેન જશુભાઇ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત મહામંત્રી તપનભાઈ દવે, જયદીપભાઇ હુંબલ, જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠલાપરા, પ્રવીણભાઈ સોનગરા, ભાજપના પૂર્વ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, શહેર ભાજપ મહામંત્રી સંદિપભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, હળવદ ભાજપ આઇટી સેલના પ્રમુખ હિતેશભાઈ લોરીયા, નયનભાઈ પટેલ,રવિભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ, મેહુલ પટેલ સહિતનાઓ હાજર રહ્યાં હતા.

એકત્રિત કરાયેલુ બ્લડ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં આપવામાં આવ્યું

આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઈડ લાઈનના નેતાઓ દ્વારા ધજાગરા ઉડાવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ કોરોનાને જાકારો આપી દીધો હોય તેમ એકસાથે ફોટોસેશન કરાવતા નજરે પડ્યા હતા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે નિયમો માત્ર જનતા માટે જ છે નેતાઓ માટે નહીં.

અન્ય સમાચારો પણ છે...