તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે માત્ર એક જ કેસ

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે માત્ર એક જ કેસ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના હાંફ્યો, જિલ્લામાં આજે માત્ર એક જ કેસ
  • જિલ્લામાં છેલ્લા 20 દિવસમાં કોરોનાથી એકપણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી જોરદાર ઘટાડો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના પોઝીટીવનો એક જ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7380ની સપાટીએ પહોંચ્યો હતો. જેમાં સુખદ વાત એ કે, ગુરૂવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 20 દિ'થી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે માત્ર એક જ પોઝિટિવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો 7380 પર પહોંચ્યો છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7226એ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...