તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સંમેલન અને વર્કશોપમાં કોરોના ભુલાયો, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના વિદાય સમારંભમાં 200 આશા વર્કર બહેનોને બોલાવાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • પાટડીમાં છેલ્લા 3 દિ'માં કોવિડ પોઝિટિવના 15 કેસો આવ્યા

પાટડી બ્લોક હેલ્થ ઓફિસના મેદાનમાં મંડપ બાંધી આશા સંમેલન અને વર્કશોપ યોજાયો

પાટડીમાં છેલ્લા 3 દિ'માં કોવિડ પોઝિટિવના 15 કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ છે. અને લોકોની ભીડ ભેગી કરવા કે મેળાવડા કરવા પર સરકારી પ્રતિબંધ છે. ત્યારે સુરેન્દ્રનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના વિદાય સમારંભમાં પાટડીમાં 200 આશા વર્કર બહેનોને બોલાવાયા હતા. અને પાટડી બ્લોક હેલ્થ ઓફિસના મેદાનમાં મંડપ બાંધી આશા સંમેલન અને પંચાયતી રાજ ઇનિશિએટીવ વર્કશોપ યોજાયો હતો.

મંડપ બાંધી વિદાય સમારંભ યોજાયો હતો

સુરેન્દ્રનગર જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર 31મી માર્ચે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં હોઇ આજે પાટડી બ્લોક હેલ્થ ઓફિસના મેદાનમાં વિશાળ મંડપ બાંધી એમનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથે આશા સંમેલન અને પંચાયતી રાજ ઇનિશિએટીવ વર્કશોપ યોજાયો હતો. જેમાં પાટડી તાલુકાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક અર્બન સેન્ટરમાંથી મળીને કુલ 142 આશા વર્કર બહેનો, મેલ અને ફિમેલ સુપરવાઇઝરો સહિત પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસનો તમામ સ્ટાફ મળી 200થી વધુ લોકોનો મેળાવડો જામ્યો હતો.

3 દિવસમાં એક નાના બાળક સહિત 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

પાટડીમાં છેલ્લા 3 દિવસમાં એક નાના બાળક સહિત 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે પાટડી તાલુકાના કઠાડા ગામના કનુ વણોલનું મ્યુકોરમાઇકોસિસ નામના ગંભીર વાયરસના લીધે કમકમાટીભર્યુ મોત નિપજતા સમગ્ર પાટડી પથંકમાં ભયનો માહોલ છે. બીજી બાજુ કોરોનાની લહેર વચ્ચે ખુદ આરોગ્ય વિભાગે તાલુકાની 200 જેટલી આશા વર્કર બહેનોને બોલાવી બીજાની જિંદગી જોખમમાં મુકવાનું કામ કરતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. એક બાજુ કોરોનાના કેસો વધતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. ત્યારે ખુદ આરોગ્ય વિભાગે તાલુકાની 200 જેટલી આશા વર્કર બહેનોનું સંમેલન યોજી કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા નગરજનો આરોગ્ય વિભાગ પર વરસાવી રહ્યાં છે.

કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાના નિવૃત્ત થતાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમારને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સુરેન્દ્રનગર એડીએચઓ ડો.બી.કે.વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણ સુપર વાઇઝર અશ્વિન પટેલ અને સતિષ ભીમાણી સહિત મેલ-ફિમેલ સુપર વાઇઝર સહિત તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ સહિત 200થી વધુ લોકોના મેળાવડા સાથે કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક અર્બન સેન્ટર મળી કુલ નવ શ્રેષ્ઠ આશા વર્કર બહેનોને એવોર્ડ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો