ધરપકડ:કોરડા, મેરા ગામના શખસો ગેરકાયદે બંદૂક સાથે પકડાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખનારની ઘણી મોટી સંખ્યા છે. ત્યારે એલસીબીની ટીમે કોરડામાંથી જયારે એસઓજીએ મેરા ગામના શખસને દેશી મઝરલોડ બંદૂક સાથે પકડી લીધા હતા. બંને સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખનાર સામે કાર્યવાહી કરવા માટે પોલીસ વડાએ આપેલા આદેશ અનુસાર એલસીબી અને એસઓજીની ટીમો દોડધામ કરી રહી છે. દરમિયાન એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરીના માર્ગદર્શનથી ટીમે ચુડા તાલુકાના કોરડા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પંકજ ઘનશ્યામભાઇ જોગરાજીયા પાસેથી દેશી બનાવટની બાર બોરની સંગલ બેરલ મઝરલોડ બંદૂક મળી આવી હતી. આ બંદૂક તેણે 4 વર્ષ પહેલા કોરડાના જ ભાવાભાઇ ખીમાભાઇ ધોરાળીયા પાસે રૂ.2 હજાર આપીને બનાવડાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જ્યારે એસઓજી પીઆઇ બી.એમ.રાણાના માર્ગદર્શનથી ટીમે પાટડી તાલુકાના મેરા ગામની સીમમાં છાપો મારીને કાશમ છાયાભાઇ સંધીને દેશી હાથ બનાવટની મઝરલોડ બંદૂક સાથે પકડી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...