કેજરીવાલ ફરી ગુજરાત આવશે:11 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરના ચોટીલામાં યોજાનારા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં હાજરી આપશે

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર કોળી સમાજના મુખ્ય નવ પ્રશ્ન અંગેની ગેરન્ટીઓ પણ કેજરીવાલ દ્વારા જાહેર કરવામાં આવશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો એક્ટિવ બન્યા છે. અને ખાસ કરી લોકોની વચ્ચે નેતાઓ હવે જઈ રહ્યા છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ ગુજરાત રાજ્યમાં સક્રિય બની છે. અને ત્રીજા મોરચા તરીકે ઉભરી અને આગળ આવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાર વારંવાર ગુજરાત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. અને વિવિધ પ્રકારની ગેરેંટીઓની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાત રાજ્યમાંથી કરવામાં આવી રહી છે.આગામી 11મી તારીખે કેજરીવાલ ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.

થોડા દિ'અગાઉ કેજરીવાલે સુરેન્દ્રનગર ખાતે સરપંચોનું સંમેલન યોજ્યું હતુ
થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરની મુલાકાતે અરવિંદ કેજરીવાલ આવ્યા ત્યારે સરપંચો અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા વીસી સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો. તેમાં મહત્વપૂર્ણ ગેરેંટીઓની જાહેરાત કરવામાં આવી હતી. આગામી સમયમાં જો અરવિંદ કેજરીવાલની સરકાર બનશે તો તમામ સરપંચોને રૂપિયા દસ હજાર સુધીનું મહેનતાણું આપવામાં આવશે ત્યારે વીસીને પણ 20,000 રૂપિયા પગાર ચુકવણી કરી અને કમિશન પ્રથા બંધ કરવામાં આવશે.આ ઉપરાંત વીજળી અને દવાખાનાઓ સહિતની સેવાઓ પણ ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ કરવામાં આવશે આ પ્રકારનું ગેરંટી કાર્ડ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

ફરી પાછા 11 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે
11 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ઠાકોર કોળી સમાજનું જે ચોટીલા ખાતે મહા સંમેલન યોજવા જઈ રહ્યું છે તેમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે અને વિવિધ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી અને આગામી પડતર પ્રશ્નને લઈ અને ગેરંટી કાર્ડ જાહેર કરવાના છે.

કોળી ઠાકોર સમાજના 9 પ્રશ્નની ગેરંટી કાર્ડની જાહેરાત કેજરીવાલ કરશે
વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે 11 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે યોજવા જઈ રહેલા કોળી સંમેલનમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે, ત્યારે કોળી ઠાકોર સમાજના નવ પ્રશ્નની ગેરંટી કાર્ડની જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવશે.

કેજરીવાલ ચોટીલા ખાતે કોળી સંમેલનમાં હાજરી આપશ
ઉલ્લેખનીય છે કે, વારંવાર કોળી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ પ્રશ્નનો નિવેડો આવી રહ્યો નથી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની જો સરકાર બનશે ગુજરાત રાજ્યમાં તો તેમના નવ પ્રશ્નોની ગેરંટી કાર્ડ અંગેની જાહેરાત અરવિંદ કેજરીવાલ ચોટીલા ખાતેથી કરવાના છે.

એક લાખ કોળી ઠાકોર સમાજના લોકોને સંબોધન
11 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કોળી ઠાકોર સમાજના યોજવામાં આવી રહેલા સંમેલનમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે. સમસ્ત કોળી એકતા ઠાકોર મિશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમનું આમંત્રણ અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. અને મહત્વપૂર્ણ ગેરંટીઓની જાહેરાત કરવાના છે. ત્યારે એક લાખથી વધુ કોળી ઠાકોર સમાજના લોકોનું સંબોધન ચોટીલા ખાતેથી અરવિંદ કેજરીવાલ કરશે. અને વિવિધ પ્રકારની ગેરંટીઓની જાહેરાત પણ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા, ઈશુદાનભાઈ ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

કોળી સમાજના આગેવાનોની ઉમેદવારો તરીકેની પસંદગી અંગેની જાહેરાત કરી શકે છે કેજરીવાલ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારો નક્કી કરવું ખૂબ કઠીન કામ છે, ત્યારે કોળી સમાજના દિગ્ગજ નેતાઓની સતત અવગણના કરવામાં આવતી હોવાના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારે હવે આ જ મામલે જો આમ આદમી પાર્ટીમાંથી કોળી સમાજના આગેવાનો અને નેતાઓની પસંદગી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કરવામાં આવે તો કોળી સમાજના મતો ચોક્કસથી આમ આદમી પાર્ટી મેળવી શકે છે, ત્યારે બંને પક્ષથી નારાજ ચાલી રહેલા કોળી સમાજના નેતાઓ આપમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં કેજરીવાલની બીજી મુલાકાતથી રાજકીય ગરમાવો
ત્યારે આ જ પરિસ્થિતિને ધ્યાન પર લઈ વિધાનસભાની ચૂંટણીને લઇ કોળી સમાજના આગેવાનોની ઉમેદવારો તરીકેની પસંદગી અંગેની જાહેરાત કરી શકે છે અરવિંદ કેજરીવાલ, ત્યારે સૌ કોઈની નજર હવે કોળી સમાજના ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓ સામે રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...