સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ આગામી દિવસોમાં ઉતરાયણ પર્વની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે બજારમાં વેપારીઓએ પણ અવનવા પતંગો સાથે દુકાનો સજ્જ કરી છે.જિલ્લામાં આ વર્ષ અમદાવાદમાં પોલીએસ્ટરના કાપડથી બનેલા પતંગોએ આકર્ષણ જમાવ્યુ છે.
ઝાલાવાડમાં દરેક તહેવારોની ઉજવણી ધામધુમ પુર્વક કરાય છે પરંતુ વર્ષનો પહેલો તહેવાર એવા ઉતરાયણનું જિલ્લામાં અનેરૂ મહત્વ છે. જેમાં નાના બાળકોથી લઇ મોટા વડિલો સુધીના ઉજવણી કરે છે. ત્યારે ઉતરાયણને હવે 8 દિવસનું છેટુ રહ્યુ છે. ત્યારે જિલ્લાની દુકાનોમાં અવનવા પતંગોએ આકર્ષણ જમાવ્યુ છે.
ચાઇનીઝ પતંગના નામે ખોળખાતા પોલીએસ્ટરના કાપડના પતંગોએ બજારમાં આકર્ષણ જમાવ્યુ છે. આ અંગે પતંગના વેપારી રમીઝભાઇ કુરેશીએ જણાવ્યુ કે આ પતંગ ચાઇનાના મોટા પતંગોમાંથી પ્રોત્સાહન લઇ બનાવ્યા હોવાથી ચાઇનીઝ પતંગ નામ છે, બાકી આ બને છે અમદાવાદમાં જે આકરમાં સામાન્ય પતંગ કરતા થોડા અલગ અને મોટા હોય છે. આ પતંગો બનાવવામાં મુખ્યત્વે પોલીએસ્ટર કાપડનો ઉપયોગ થતો હોવાથી પ્રમાણમાં સારા એવા મજબુત હોય છે.
જ્યારે લાકડાની સળીના સ્થાને પ્લાસ્ટીકની સળીનો ઉપયોગ પતંગની કમાન બનાવવામાં થાય છે. આ પંતંગો કાપડના હોવા છતા પ્રમાણમાં હલકા છે. જે તેની ખાસીયત છે. જે સામાન્ય દોરીથી પણ ચગાવી શકાય છે. રૂ.80થી 350 સુધીના અલગ અલગ સાઇઝના હોય છે. જેમાં પક્ષી, કાર્ટુન કેરેક્ટર, ફિલ્મના કેરેક્ટર સહિતની ડિઝાઇનો વાળા બનાવવવામાં આવતા હોય છે. આ પતંગની અન્ય પતંગો જેટલી માગ નથી હોતી પણ લોકો એકલ દોલક ખરીદી કરતા હોય છે. આથી વેપારી બલ્કમાં નથી લાવતા છુટક મંગાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.