પરિવાર સાથે મિલન:સ્કૂલે જવાનું કહી કિશોર સ્વામિ. મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં જવા ટ્રેનમાં બેઠો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જબલપુર-સોમનાથ ટ્રેનમાં ટીટીઈને મળ્યો
  • અમદાવાદ રહેતા પરિવાર સાથે મિલન કરાવ્યું

જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં 11 ડિસેમ્બરે કાર્યરત ટીટીઈ સુરેન્દ્રનગરના વી. એસ. મારૂ તથા હરેશ અમદાવાદી બપોરે જનરલ કોચમાં ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ટ્રેનના ગેટ પાસેથી 13 વર્ષનો બાળક મળ્યો હતો. તેની પાસે ટિકિટ પણ ન હોવાથી ટીટીઇ કર્મીઓએ પૂછપરછ કરતાં બાળકે પોતાનું નામ રોહિત હોવાનું અને ચાંદખેડા અમદાવાદથી ટ્રેનમાં ચડ્યો હોવાનું જણાવ્યું હતું. પોતે ઘરેથી સ્કૂલ જવાનું કહી ટ્રેનમાં બેસી ગયો હતો. કેમ કે તેને રાજકોટ પાસે સરધારમાં આયોજિત સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવું હતું.

આ અંગે રાજકોટ સ્ટેશને આરપીએફના સહાયક ઇન્સ્પેક્ટર વિકાસભાઈ ચૌધરીને જાણ કરી તમને સોંપી દીધો હતો. આમ રેલવે કર્મીની સજાગતાથી બાળકનું પરીવારજનો સાથે પુન:મિલન કરાવતાં રાજકોટ ડિવિઝન મંડળ રેલ પ્રબંધક અનિલકુમાર જૈન અને સિનિયર ડીસીએમ અભિનવ જૈફે કર્મચારીઓની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...