સંપત્તિની જાહેરાત:કિરીટસિંહની સંપત્તિ 5 વર્ષમાં 26 લાખ વધી

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કૅબિનેટ મંત્રીએ 5 વર્ષમાં રૂ. 6.75 લાખની બચત કરી
 • 2017ની ચૂંટણીમાં રજૂ કરાયેલા એફિડેવિટમાં 1.06 કરોડની કુલ સંપત્તિ બતાવાઈ હતી, આ વખતે રૂ. 1.32 કરોડની સંપત્તિ બતાવી

લીંબડી વિધાનસભામાં ભાજપે કિરીટસિંહ રાણાની પસંદગી કરી છે ત્યારે તેમણે ભરેલા ઉમેદવારીપત્ર સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં ધો. 10 ભણેલા કિરીટસિંહ રાણાની સંપત્તિ રૂ. 94 લાખ તેમજ તેમનાં પત્ની હર્ષાબા પાસે રૂ. 38 લાખ એમ, પતિપત્ની પાસે કુલ રૂ. 1.32 કરોડની સંપત્તિ હોવાની જાહેરાત કરી હતી. આમ ગત 2017 ચૂંટણીમાં જાહેર કરેલી રૂ. 1.06 કરોડની સામે આ 2022ની ચૂંટણીમાં રૂ. 26 લાખની સંપત્તિ વધુ જાહેર કરી હતી.

2022-23માં દર્શાવેલી સંપત્તિ

 • કિરીટસિંહ રાણા પાસે હાથ પરની રોકડ રૂ. 2.78 લાખ અને તેમનાં પત્ની હર્ષાબા પાસે રૂ. 1.20 લાખ.
 • બચત ખાતામાં 9.04 લાખ, પત્નીના ખાતામાં રૂપિયા 2.97 લાખ.
 • તેમની રૂ.5 લાખની પૉલિસી.
 • રૂ. 21 લાખની વર્ષ 2019-20માં ખરીદેલી ઇનાવો કાર.
 • તેમની પાસે રૂ. 7.89 લાખનું 15 તોલા સોનું.
 • તેમનાં પત્ની પાસે રૂ. 31.58 લાખનું 60 તોલા સોનંુ.
 • તેમની પાસે સંયુક્ત 3 ભાઈઓની મિલકત વારસામાં મળેલી 79.83 એકર 1/3 ભાગે રૂ. 42 લાખની જમીન.
 • તેમના નામે રૂ. 52 લાખની 3552.09 ચો.ફૂટ વાર બિન-કૃષિવિષયક જમીન.

2017-18માં બતાવેલી સંપત્તિ, રાણા પાસે 12 તોલા સોનું હતું

 • કિરીટસિંહ રાણા પાસે હાથ પરની રોકડ રૂ. 1.85 લાખ અને તેમનાં પત્ની હર્ષાબા પાસે રૂ. 70,000 લાખ અને આશ્રિતના નામે રૂ. 15,000.
 • બચત ખાતામાં 2.29 લાખ અને તેમનાં પત્નીના ખાતામાં નીલ, આશ્રિતના નામે રૂ. 8670ની રકમ.
 • તેમની પાસે રૂ. 5 લાખની અને તેમના આશ્રિતના નામે 5 લાખની પૉલિસી.
 • રૂ. 16 લાખની વર્ષ 2015-16માં ખરીદેલી ઇનાવો કાર, આશ્રિતના નામે રૂ. 24.58 લાખની 2014-15માં ખરીદેલી ફોર્ચ્યુનર કાર.
 • તેમની પાસે રૂ. 3.60 લાખનું 12 તોલા સોનું, તેમનાં પત્ની પાસે રૂ. 1.65 લાખનું 55 તોલા સોનું તેમજ આશ્રિતના નામે રૂ. 1.50 લાખનું 5 તોલા સોનું.
 • તેમની પાસે સંયુક્ત 3 ભાઈઓની મિલકત વારસામાં મળેલી 79.83 એકર 1/3 ભાગે રૂ. 36 લાખની જમીન.
 • તેમના નામે રૂ.52 લાખની 3552.09 ચો.ફૂટવાર બિન-કૃષિવિષયક જમીન.

કૅબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ઉમેદવારી પત્ર ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં શૈક્ષણિક લાયકાય અને વ્યવસાયની વિગત પણ સ્પષ્ટ કરી છે. એ પ્રમાણે રાણાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. વ્યવસાય અને ધંધાની કૉલમમાં સંયુક્ત માલિકીની હોટલ અને ખેતીને વ્યવસાય તરીકે દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...