સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમા ભલગામડા ગેઈટ પાસે આવેલી ભીમનાથ સોસાયટી વિસ્તારમા સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીનુ ધોળા દિવસે અપહરણ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. લીંબડી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી હરીઓમ નગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઈશ્વરભાઈ મકવાણાનુ ઘોળા દિવસે અપહરણ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.
આ બાબતને લઈને તેમના પુત્ર જૈનમભાઈ વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, તેના પિતા ઘરે હતા તે સમયે તેમના મોબાઈલમાં ફોન આવ્યો હતો. ત્યાર બાદ તેઓ સવારે આઠ વાગ્યાની આસપાસ ઘરેથી બાઈક લઈને બહાર નિકળ્યા હતા. ત્યારે થોડી વારમા સોસાયટીમાં રહેતા રહીશો પાસેથી જાણવા મળ્યું હતુ કે, વિજયભાઈને કોઈ અજાણ્યા શખ્સો અજાણી કારમા જબરજસ્તી બેસાડીને ક્યાંક લઈ ગયા છે.
જે જૈનમભાઈએ તેના પિતા વિજયભાઈને ફોન કર્યો પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ આવતા જૈનમભાઈ શોધખોળ કરી હતી. પરંતુ તેમના પિતાનો ક્યાંય પણ અત્તોપત્તો ના લાગતા તેમણે લીંબડી પોલીસ સ્ટેશનમા જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે વિજયભાઈની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.