તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલો પડ્ય ભગવાન...:1.78 હેક્ટરમાં વાવેલો ખરીફ પાક સુકાવાનો ભય, અત્યાર સુધીમાં માત્ર 3.4 ઈંચ જ વરસાદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલાલેખક: ચિંતન મહેતા
  • કૉપી લિંક
  • 5 દિવસથી વરસાદ નહીં

જિલ્લામાં વર્ષ 2020નું ચોમાસું સારું રહ્યું હતું. ગત વર્ષે સીઝનમાં સરેરાશ 34.64 ઈંચ વરસાદ થયો હતો, જેમાં ગત જુલાઈની શરૂઆત સુધીમાં સીઝનના 4.84 ઈંચ વરસાદની સરખામણીએ આ વર્ષે જુલાઈની શરૂઆતમાં 3.4 ઈંચ વરસાદ જ નોંધાયો છે.

આમ, આ વર્ષે 1.44 ઈંચ વરસાદ ઓછો થતાં ખેડૂતે ખેતરોમાં 1,78,230 હૅક્ટરમાં વાવેલો ખરીફ પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. વર્ષ 2020માં ચોમાસું સારું જતાં 34.64 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેમાં 3 જુલાઈ, 2020 સુધીમાં 4.84 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ત્યારે આ વર્ષે 3 જુલાઈ સુધીમાં માત્ર 3.4 ઈંચ જ વરસાદ થયો છે. છેલ્લે 28 જૂનથી આજ સુધી વરસાદ ન થતાં સતત 5 દિવસ વરસાદ થયો નથી. કોરોનાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતોએ ચોમાસું સારું જવાની આશાએ 1,78,230 હૅક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે. આ વાવેતરમાં સૌથી વધુ 1,25,587 હૅક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.

કપાસના પાકને હળવું પિયત ચાલુ રાખવું, કઠોળ, મગફળીના પાકને હાલ જરૂર નથી
કપાસના પાકમાં છોડનો ઉગાવો ન થયો હોય તો પાણી આપતાં રહેવું. હેવી પિયત આપો તો વરસાદ વધુ થાય તો બળી જવાની શક્યતા હોવાથી જો સગવડ હોય તો પિયત ચાલુ રાખવું જોઈએ, જેમાં ફુવારા પદ્ધતિ, ડ્રિપ ઇરીગેશન ચાલુ કરવું જોઈએ. મગફળીના પાકમાં પિયત આપવાની જરૂર નથી હોતી. વરસાદ ખેંચાય તો 10થી 15 દિવસ સુધી કાંઈ તકલીફ ન આવે. કઠોળમાં પણ 10 દિવસ સુધી વરસાદ ન થાય તો વાંધો ન આવે. - એમ. એફ. ભોરણિયા, કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર.

જિલ્લામાં વાવેતર
તાલુકોવાવેતર
ચોટીલા29263
ચુડા32980
દસાડા2051
ધ્રાંગધ્રા59030
લખતર4103
લીંબડી3070
મુળી18710
સાયલા13390
થાનગઢ9463
વઢવાણ6170
કુલ1,78,230
મુખ્ય પાકોનું વાવેતર
પાક-વાવેતરવિસ્તાર
કપાસ (પિયત)124527
કપાસ (બિન પિયત)1060
મગફળી34227
તલ1562
બાજરી1628
કઠોડ732
શાકભાજી2093
ઘાસચારા11657
(સ્રોત: વાવેતરની તમામ વિગત ખેતીવાડી વિભાગ પાસેથી મેળવેલી છે. વાવેતર હેક્ટરમાં છે)
2020-2021 વરસાદ
તાલુકો20202021
ચુડા223156
દસાડા6146
ધ્રાંગધ્રા9842
લખતર7771
લીંબડી20178
મૂળી10199
સાયલા11795
થાનગઢ48131
વઢવાણ16590
કુલ1213852

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...