રોષ:ખમીસણા આદર્શ નિવાસી કુમાર શાળામાં વોર્ડનની બદલી મામલે વિદ્યાર્થીઓ વિફર્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદલી પાછી ખેંચવાની માગ સાથે તાળા બંધી કરી શાળામાં સૂત્રોચ્ચાર સાથે ધરણા પર બેસી ગયા

વઢવાણના ખમીસણા ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં વોર્ડન તરીકે ફરજ બજાવતા કર્મચારીની બદલી કરાતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા.આથી શાળાની તાળા બંધી કરી સુત્રોચ્ચાર સાથે ધરણા પર બેસી ગયા હતા.અને જ્યાં સુધી વોર્ડનની બદલી નહીં અટકાવાય ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી આપી હતી.

વઢવાણ તાલુકાના ખમીસણા ગામે સામાજીક ન્યાર અને અધિકારીતા વિભાગ સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા આવેલી છે.આ શાળામાં છેલ્લા 4 વર્ષથી વોર્ડન તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ જાદવની અચાનક બદલી કરી નાંખવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીઓને જાણ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો.આથી ધો.9 અને 10ના 40થી વધુ વિદ્યાર્થીઓએ શાળાને તાળા બંધી કરી નાંખી હતી.અને શાળાના પ્રાંગણમાં વોર્ડનને પરત લાવવાના સુત્રોચ્ચાર સાથે મેદાનમાં ધરણા પર બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...