વરણી:સુરેન્દ્રનગર જિલ્લાના કાયમી કલેક્ટર તરીકે કે.સી. સંપટની નિમણૂક

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી.એન. મકવાણા જિલ્લાના ડીડીઓ તરીકે

સુરેન્દ્રનગરના કલેક્ટરની બદલી થયા બાદ ડીડીઓ ઇન્ચાર્જ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.ત્યારે તેઓની જિલ્લાના કાયમી કલેક્ટર તરીકે નિમણૂક કરાઇ છે. જ્યારે ગાંધીનગર સચિવાલના રેવન્યુ ડિપાર્ટમેન્ટના જોઇન્ટ સેક્રેટરી સુરેન્દ્રનગર ડીડીઓ તરીકે ચાર્જ સંભાળશે.

સુરેન્દ્રનગરના પૂર્ણકાલીન કલેક્ટર એ.કે.ઔરંગાબાદકરની કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાના સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ત્યારથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની પોસ્ટ પર જિલ્લા વિકાસ અધિકારી કે.સી. સંપટ ઇનચાર્જ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો.

પરંતુ ઇનચાર્જ પોસ્ટ પર હોવાથી જિલ્લામાં પૂર્ણકાલીન કલેક્ટર આપવા માટે લોકમાગ ઉઠી હતી. ત્યારે જનરલ એડમિનિસ્ટ્રેટીવ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી એ.કે.રાકેશે અધિકારીઓની નિમણૂકના ઓર્ડર કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે કે.સી.સંપટની ફૂલફ્લેજ્ડ કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર સચિવાલય રેવન્યુ ડિપાર્ટમેન્ટના જોઇન્ટ સેક્રેટરી પી.એન.મકવાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરાતા પદભાર સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...