તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન મંજૂર:સુરજદેવળ મંદિર ખાતે અપમાનજનક નિવેદનના કેસમાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતને જામીન મળતા જેલમુક્ત થયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી ડીએસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજક નિવેદન આપ્યું હતું
  • રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામા આવ્યા હતા

સુરજદેવળ મુકામે કાઠી ક્ષત્રીય સમાજના સંમેલનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ ટીપ્પણી કરતા તા.16.6.2021ના રોજ રાજશેખાવતની ધરપક્ડ કરાઈ હતી. જેમાં આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર થતાં એમને જેલ મૂક્ત કરાયા હતા.

અમરેલીના લુવરા ગામે બનેલી ઘટના બાદ ચોટીલાના સુરજદેવળ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા અમરેલી એસ.પી. નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવામાં આવતા તેઓ સામે પોલીસે ગુન્હો દાખલ કરી જિલ્લા પોલીસે તેઓની તા.16.6.2021ના રોજ ધરપક્ડ કરવામાં આવી હતી.

તા.17.6.2021ના રોજ ચોટીલા કોર્ટમાં પોલીસે રાજ શેખાવતની રિમાન્ડ માટે 10 દિવસની માંગણી કરતા કોર્ટે તા.21.6.2021ના રોજ સવારે કોર્ટમાં હાજર કરવાની શરતે રિમાન્ડ મંજુર કર્યા હતા.આ રિમાન્ડ પૂર્ણ થતાં ચોટીલા કોર્ટમાં રાજ શેખાવતને પોલીસે હાજર કર્યા હતા. જેમાં રાજ શેખાવત વતી જામીનની અરજી કરવામાં આવતા જામીન નામંજુર કરવામાં આવ્યા હતા અને રાજ શેખાવતને જિલ્લાની જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આજે રાષ્ટ્રીય કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરેન્દ્રનગર જીલ્લા સેશન્સ કોર્ટ દ્વારા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે એમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...