તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરણી સેનાના પ્રમુખ શેખાવતને 18.30 કલાક કસ્ટડીમાં રખાયા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતની ધરપક્ડ બાદ સુરેન્દ્રનગર બી ડિવીઝન પોલીસ મથકે લાવવામાં આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. - Divya Bhaskar
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતની ધરપક્ડ બાદ સુરેન્દ્રનગર બી ડિવીઝન પોલીસ મથકે લાવવામાં આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
  • બુધવારની રાત્રિના અંદાજે 8.30 વાગ્યે લાવાયા બાદ ગુરુવાર સાંજે 4 કલાકે ચોટીલા કોર્ટમાં લઇ જવાયા, 5 દિવસના રિમાન્ડ, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ખડેપગે

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા ગુનો દાખલ કરી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના બી-ડિવિઝન પોલીસ મથકે લવાતા તેઓને સામાન્ય આરોપીની જેમ અંદાજે 18.30 કલાક કસ્ટડીમાં રખાયા હતા. આ સમયગાળામાં ત્રણ પોલીસ મથકોનો પોલસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. બીજી તરફ અધ્યક્ષના સમર્થનમાં તેમના સમર્થકો બુધવાર રાત્રિના સમયે રોષ ઠાલવ્યો હતો.

ચોટીલાના સૂરજ દેવળ ખાતેના સંમેલનમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ ગુનો દાખલ કરી બુધવારે સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ાત્રિના અંદાજે 8.30 કલાકે શહેરના બી-ડિવિઝનમાં લાવવામાં આવ્યા હતા. ધરપકડ મામલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ તેમજ એલસીબી ટીમ, સિટી એ ડિવિઝન, સિટી બી-ડિવિઝન, જોરાવરનગર તેમજ વઢવાણ સહિતની પોલીસ ટીમોને તૈનાત રાખવામાં આવી હતી.

બી-ડિવિઝનમાં અંદાજે 18.30 કલાક એક સામાન્ય આરોપીની જેમ જમવાની સાથે રાજ શેખાવતને રાખવામાં આવ્યા હતા. બીજી તરફ બુધવારની રાત્રે રાજ શેખાવતના સમર્થનમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને લોકો બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા.જેમાં રોષ ઠાલવતા જણાવ્યું કે રાજ શેખાવતની થલતેજ સિક્યુરિટી ઓફિસે હાજર હતા ત્યારે 50-50 ગાડી સાથે પોલીસ કાફલો લઇને જેમ કે કોઇ આંતકવાદીની ધરપકડ કરવામાં આવતા હોય તેમ ધરપકડ કરવામાં આવી હતી.

આ મંદબુદ્ધિ સરકારને ત્રણ મહિના પછી ખબર પડી કે આ નિવેદન સરકાર વિરુદ્ધ છે. મંદબુદ્ધિવાળાને ચૂંટી ચૂંટીને બેસાડ્યા છે અમે પણ ભાજપને મત આપ્યા છે અમારૂ લોહી રેડ્યું છે. આ લોકશાહી છે અને લોકશાહી પ્રમાણે જવાબ આપીશું. આગામી સમયમાં સરકાર બનાવીને બતાવજો. સરકારને જરૂર પડી છે ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ તેમની સાથે રહ્યો છે તો શું આ દિવસો તમારે બતાવવાના હતા. જો આવુને આવું કરશો તો સમગ્ર ગુજરાતનો કાઠી સમાજ ભાજપ સાથે છેડો ફાડશે અને રાજ શેખાવતને નહીં છોડવામાં આવે તો તેનું પરિણામ ભોગવાવા તૈયાર રહો તેમ કહી જય માતાજીનો નારો લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...