અકસમાતનો ભય:કર્મયોગી, ગાયત્રી સોસાયટી વચ્ચેનો વીજ થાંભલો જર્જરિત

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર કર્મયોગી અને ગાયત્રી સોસાયટી વિસ્તારામાં વીજ થાંભલો જર્જરીત બની ગયો છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગર કર્મયોગી અને ગાયત્રી સોસાયટી વિસ્તારામાં વીજ થાંભલો જર્જરીત બની ગયો છે.
  • PGVCLમાં રજૂઆત છતા કોઇ કાર્યવાહી કરાઈ નથી: સ્થાનિકો

સુરેન્દ્રનગરની કર્મયોગી અને ગાયત્રી સોસાયટી વચ્ચે એક વીજ થાંભલો જર્જરીત બની ગયો છે. આથી આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ થાંભલો યોગ્ય કરવા વીજ તંત્રમાં રજૂઆત છતાં યોગ્ય ન કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર ડીએસપી કચેરીથી રોડ પર આગળ જતા કર્મયોગી અને ગાયત્રી સહિતની સોસાયટીઓ આવેલ છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો જર્જરિત હાલતમાં ઊભો છે.

આથી આ અંગે સ્થાનિકોએ અગાઉ પીજીવીસીએલ તંત્રમાં આ વીજ થાંભલો નવો નાખવા અથવા મરામત કરવા રજૂઆત કરી હતી. પરંતુ યોગ્ય ન કરવામાં આવતા હજુ પણ જૈ સૈ થે સ્થિતિમાં રહ્યો છે. આથી કોઇ ગંભીર અકસ્માત થાય પહેલા યોગ્ય કરવા માગ ઉઠી છે. આ અંગે કે.એન.રાજદેવ, વિજયભાઇ જોષી, મહેન્દ્રસિંહ વગેરેએ જણાવ્યું કે આ થાંભલો વળાંક પર હોવાથી અગાઉ 2 વાહનચાલક અથડાતા ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે તે જર્જરિત પણ થઇ ગયો હોવાથી અકસમાતનો ભય પણ રહે છે. અમોએ વીજ કચેરીએ રજૂઆતો કરી છે પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...