તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટડીના માલવણ હાઈવે પર કાર પલટી જતા કડીના આશાસ્પદ યુવાનનું મોત

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાટડીના માલવણ હાઈવે પર કાર પલટી જતા કડીના આશાસ્પદ યુવાનનું મોત - Divya Bhaskar
પાટડીના માલવણ હાઈવે પર કાર પલટી જતા કડીના આશાસ્પદ યુવાનનું મોત
 • કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું

પાટડી તાલુકાના માલવણ હાઇવે પર મોટી મજેઠી ચેક પોસ્ટ આગળ પુરઝડપે જતી ફોર્ચુનર ગાડી પલ્ટી ખાઇ જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા કડીના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. બજાણા પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત ઝોનમાં આવતા માલવણ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા અનેક લોકોની જીંદગી હોમાઇ જાય છે. પાટડી તાલુકાના માલવણ હાઇવે પર મોટી મજેઠી રોડ પોસ્ટથી થોડા આગળ કડી લક્ષ્મીનગર ખાતે રહેતા રાજદિપસિંહ અજયસિંહ જાડેજા ( ઉંમર વર્ષ- 30 ) પોતાના માલિકીની ફોર્ચ્યુનર ગાડી નં. GJ-01-CA-6615 પુરઝડપે હાઇવે પરથી પસાર થઇ રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ચાલક રાજદિપસિંહ જાડેજાને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાય એ પહેલા જ ઘટનાસ્થળે એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ઘટનાની જાણ થતા બજાણા પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો