ખેલમહાકુંભ:સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા દિવસે કબ્બડી, હેન્ડબોલ, વોલીબોલ સ્પર્ધા યોજાઇ

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં બીજા દિવસે હેન્ડબોલ, રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી.જેમા લીંબડી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રથમવાર ઈન્ડોર હોલમાં મેટ્સ પર બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. કબડ્ડી સ્પર્ધામાં થાનગઢ બહેનોની ટીમ પ્રથમ, લખતર દ્વિતીય અને વઢવાણ ત્રીજા સ્થાને રહી હતી. આજે અન્ડર 17 વોલીબોલ, ખોખો, ચેસ, ટેબલટેનીસ, બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ હાલ ચાલી રહ્યો હોવાથી જિલ્લાના અલગ અલગ મેદાનોમાં જુદી જુદી રમતોમાં ભાગ લઇ રહ્યા છે. ત્યારે બીજા દિવસે અન્ડર 14ની બાસ્કેટ બોલ સ્પર્ધા સીયુશાહ ઇંગ્લીશ સ્કૂલમાં રમાઇ હતી.જેમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થાનની પ્રા. શાળા નં.16 પ્રથમ, એનએમસ્કૂલ લીંબડી બીજા અને સીયુશાહ સ્કૂલ ત્રીજા નંબરે રહી હતી. જ્યારે આજ ગ્રાઉન્ડમાં અન્ડર 17 હેન્ડબોલ સ્પર્ધામાં 4 ટીમે ભાગ લીધો હતો. જેમાં ચીટીલા એનએમશાહ સ્કૂલ પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે સી.યુ.શાહ સ્કૂલ વઢવાણ રહી હતી.

આ ઉપરાંત રસ્સા ખેંચ, કબ્બડી, વોલીબોલ સ્પર્ધાઓ પણ યોજાઇ હતી. જ્યારે જિલ્લા કક્ષાની અંડર-17 કબડ્ડી બહેનોની સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી ખાતે યોજાઇ હતી. જેમાં 11 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. લીંબડી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે પ્રથમ વાર ઈન્ડોર હોલમાં મેટસ ઉપર સમગ્ર સ્પર્ધા યોજાતા થાનગઢ બહેનોની ટીમ પ્રથમ, લખતર દ્વિતીય અને વઢવાણ ત્રીજા સ્થાને રહી હતી.

આ અંગે લીંબડી DSDO પાર્થ ચૌહાણે જણાવ્યું કે વિજેતા ટીમોના ખેલાડીઓનું સિલેક્શન કરી સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ બનાવાશે. જે ટીમ આગામી સમયમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ યોજાતી કબડ્ડી સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, કબડ્ડી ખો-ખો કોચ મુકેશભાઈ છત્રોલા, જિલ્લા કન્વિનર ભરતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા સહિત વ્યાયામ શિક્ષકો ઉપસ્થિત રહી તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.આજે અન્ડર 17 વોલીબોલ, ખોખો, ચેસ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...