તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળા પહેલાં દુકાળ:આકરા ઉનાળા પહેલાં જ સુરેન્દ્રનગર જિલ્લાનાં 150થી વધુ તળાવો ખાલીખમ, ગામડાંની જનતા અને મૂંગાં પશુઓ પાણી માટે વલખાં મારે છે

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
સુરેન્દ્રનગર જિલ્લાનાં 150થી વધુ તળાવો સૂકાભઠ્ઠ.
  • તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેતાં મોટા ભાગનાં તળાવો ખાલી થઈ ગયાં
  • જિલ્લાનાં ખાલી તળાવો નર્મદાનીરથી ભરવા વ્યાપક માગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસામાં ખાબકેલા મુશળધાર વરસાદને કારણે મોટા ભાગનાં તળાવો છલકાઇ ગયાં હતાં, પરંતુ આ વર્ષે આકરા ઉનાળાની શરૂઆત પહેલાં જ સુરેન્દ્રનગર જિલ્લાનાં 150 જેટલાં તળાવો ખાલીખમ થતાં લોકોની સાથે મૂંગાં અબોલ પશુઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. લોકો દ્વારા આ તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેવાતાં મોટા ભાગનાં તળાવો આકરા ઉનાળા પહેલાં જ તળિયાઝાટક બન્યાં છે.

તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેવાતાં મોટા ભાગનાં તળાવો ખાલી થઈ ગયાં.
તળાવોમાં મશીનો મૂકી પાણી ખેંચી લેવાતાં મોટા ભાગનાં તળાવો ખાલી થઈ ગયાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગનાં ગામડાંમાં પ્રવેશતાંની સાથે સુંદર તળાવ અવશ્ય જોવા મળે છે. ચોમાસામાં આ ગામતળાવો છલકાયાં બાદ ગ્રામજનો અને મૂંગાં અબોલ પશુઓ આગામી ચોમાસા પહેલાં આના પાણીનો ઉપયોગ આકરા ઉનાળાની સાથે સાથે આખું વર્ષ દરમિયાન કરે છે અને એમાંય ગત ચોમાસામાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જોરદાર વરસાદ ખાબકતાં જિલ્લાના મોટા ભાગનાં ગામ તળાવો છલકાઇ ગયાં હતાં, પરંતુ જિલ્લાનાં મોટા ભાગનાં ગામતળાવોમાંથી આકરા ઉનાળા પહેલાં જ લોકો અને ખેડૂતો દ્વારા મશીનો તથા એન્જિનો મૂકી બેરોકટોક પાણીની ચોરી કરાતાં તેમજ યોગ્ય તકેદારીના અભાવે સુરેન્દ્રનગર જિલ્લાનાં અંદાજે 150 જેટલાં તળાવો તો આકરા ઉનાળાની શરૂઆત પહેલાં જ ખાલીખમ થઇ જતાં લોકોની સાથે સાથે મૂંગાં અબોલ પશુઓની હાલત અત્યંત કફોડી બનવા પામી છે.

તળાવો ખાલીખમ થઈ જતાં લોકોની સાથે સાથે અબોલાં પશુઓની હાલત કફોડી બની.
તળાવો ખાલીખમ થઈ જતાં લોકોની સાથે સાથે અબોલાં પશુઓની હાલત કફોડી બની.

નર્મદાનીરથી ખાલી તળાવો ભરવા માગ ઊઠી
નર્મદાનીરનો સૌથી વધુ લાભ પછાત સુરેન્દ્રનગર જિલ્લાને થયો છે. એમાંય રણકાંઠાનાં 89 ગામમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચ્યાં હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફેંકવામાં આવે છે, આથી નર્મદાના નીરથી સુરેન્દ્રનગર જિલ્લાનાં ખાલીખમ તળાવો તાકીદે ભરવામાં આવે એવી વ્યાપક માગ જિલ્લાવાસીઓએ ઉઠાવી છે.

ક્યાંક ક્યાંક તળાવોમાં થોડું પાણી જોવા મળ્યું.
ક્યાંક ક્યાંક તળાવોમાં થોડું પાણી જોવા મળ્યું.

પાંચ ગામોને જોડતું ખારાઘોડા નવું તળાવ પણ તળિયા​​​​​ઝાટક
ખારાઘોડા, પાટડી, ઓડું, મીઠાઘોડા અને સાવડા એમ રણકાંઠાનાં પાંચ ગામોને જોડતા ખારાઘોડા નવા તળાવના પણ ચોમાસા પહેલાં જ તળિયાં દેખાવા લાગ્યાં છે. રણકાંઠામાંથી પસાર થતી એક કેનાલનું નામ પણ 'ખારાઘોડા શાખા' કેનાલ હોવા છતાં આજ દિન સુધી ખારાઘોડાને નર્મદા કેનાલનું ટીપુંય પાણી મળ્યું નથી.

ખાલી તળાવો નર્મદાના પાણીથી ભરવા વ્યાપક માગ ઊઠી.
ખાલી તળાવો નર્મદાના પાણીથી ભરવા વ્યાપક માગ ઊઠી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો