તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનરેગા કૌભાંડ:કિશોરીના નામનું જોબકાર્ડ બનાવી પગાર લેવાયો,3 ખેતલવાડી કાગળ પર

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ખેડૂત એકતા મંચે કલેક્ટર, ડીડીઓ સહિત કચેરીઓમાં આવેદન પાઠવી કૌભાંડીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં મનરેગા યોજનાઓમાં કામોમાં કૌભાંડ થતા હોવાની લેખિત રજૂઆત કરતા તંત્રને તપાસના આદેશ બાદ કોઇ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.ત્યારે આવેદનને 38 દિવસ થયા બાદ પણ કાર્યવાહીના અભાવે રોષે ભરાયેલ ગુજરાત ખેડૂત એકતા મંચના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં ફરી લેખિત આવેદન પાઠવી ઝડપી નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવામાંગ કરી હતી. ખેડૂત એકતા મંચના રાજુભાઇ કરપડા સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં જણાવ્યા મુંજબ જિલ્લામાં બેરોજગાર લોકોને રોજગાર મળી રહે તે આશયથી ચાલુ મનરેગા યોજનામાં મસમોટુ કૌભાંડ થયુ હોવા અંગે ખેડૂત એકતા મંચે પુરાવાસાથે રજૂઆત કરી હતી. જેમાં લખતરના અણીયારી ગામે 13 વર્ષની દીકરી બાવળીયા નંદીનીબેન રાજુભાઇ જે શાળામાં ભણે છે તેનાનામે જોબકાર્ડ બનાવી પગારની રકમ ઉપાડાઇ છે.આજ ગામમાં ખેતતલાવડી બની નથી ત્યાં ઓનપેપર ખેતતલાવડી બતાવી 3 મસ્ટર બનાવી રકમ ઉપાડી લેવાઇ છે.ચોટીલાના નાની મોરસલ ગામે મૃત વ્યક્તીના નામે જોબકાર્ડ ચલાવી કૌભાંડ આચરાયુ છે.

આશાવર્કર બેન એક જ સમયે બેજગ્યાએ નોકરી કરે છે. પરમુળીના ગઢડા ગામે ખોટીરીતે ઓનપેપર ખેત તલાવડી બતાવી મોટીરકમ ચાઉકરાઇ જ્યારે કેન્સરપીડીત વ્યક્તીને કામકરતો બતાવી રકમ ઉપડી ગઇ છે. આ અંગે રજુઆતને લઇ રાતોરાત ગામમાં ખેતતલાવડી બનાવી દેવાઇ જ્યારે મુળી તાલુકાના રાયસંગપર ગામે જોબકાર્ડમાં ખોટી સહીકરી 2.82લાખ રકમ ઉઠાવી લેવાઇ છે.

અમોએ તા.20 જુલાઇ થતા 27 જુલાઇના રોજ કલેક્ટર તથા ડીડીઓ કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. પરંતુ હજુ સુધી કોઇજ કાર્યવાહી કરાઇ નથી જ્યારે કૌભાંડ ઉજાગર કરનાર લોકોને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી અપાઇ રહી છે.આથી નિષ્પક્ષ તપાસ કરી કૌભાંડીઓને જેલભેગા કરવા માંગકરી હતી.

અન્ય સમાચારો પણ છે...