છેલ્લી ઘડીની ખરીદી:ઝાલાવાડીઓ ધામધમપૂર્વક નવું વર્ષ આવકારશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવાલયોમાં દર્શન કરી લોકો એકબીજાને નવાવર્ષની શુભકામના પાઠવશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે બેસતા વર્ષ પર્વને લઇ વહેલી સવારથી લોકોન શહેરના મુખ્ય મંદિરોમાં દર્શન લાભ લેશે. એક બીજાને નવાવર્ષની શુભકામનાઆ પઠવવા જશે. જ્યારે આ વર્ષ દિવાળી અને બેસતું વર્ષની રજા સાથે શનિવાર, રવિવારની રજાઓ ભળતા લોકોમાં આનંદ બેવડાયો છે. ગત વર્ષોમાં કોરોના કાળને લઇ લોકોને સાદગીપૂર્વક દિવાળી પર્વ ઉજવવા પડ્યા હતા. આ વર્ષ કોરોના સંક્રમણ ન હોઇ સરકારે છૂટછાટ આપતા નિયમોના પાલન સાથે લોકોએ તહેવારો ઉજવણા સંક્રમણ ફેલાયું ન હતું.

આથી દિવાળી પર્વમાં પણ લોકોને ઉજવણીની છૂટ મળતા લોકોને 2 વર્ષ બાદ ધામધૂમપૂર્વક દિવાળી ઉજવણીની તક મળતા આનંદ છવાયો છે. જ્યારે આ વર્ષ ગુરૂવારે દિવાળી, શુક્રવારે બેસતું વર્ષ અને શનિ રવિવારની રજાને લઇ 4 દિવસની રજાઓ મળતા લોકોના આનંદ બેવડાયો છે. આમ દિવાળી પર્વની ડબલ ઉજવણીના ઉત્સાહને લઇ બાળકો થી લઇ મોટેરાઓમાં પણ આનંદની લાગણી છવાઇ હતી.

આથી કપડા, ફટાકકડા, મીઠાઇ, ફરસાણ સહિત ગૃહસજાવટની વસ્તુઓ લેવા માટે દિવાળીના આગલા દિવસ સુધી બજારોમાં ભીડ ઉમટી હતી.ત્યારે ગુરૂવારે લોકોએ પ્રકાશનું પર્વ પણ શાનદાર ઉજવણી કરી હતી. આજે બેસતું વર્ષને લઇ શહેરના વડવાળામંદિર, ગાયત્રીમંદિર, શક્તિમાં મંદિર, ગણપતિ મંદિર, ઉમિયા માતાજી મંદિર, માઇમંદિર સહિતના શહેરના મુખ્ય મંદિરોએ વહેલી સવારથી લોકો દર્શન કરી નવા વર્ષની એક બીજાને શુભેચ્છાઓ પાઠવશે.

અન્ય સમાચારો પણ છે...