વરસાદની 15.2% ઘટ:ઝાલાવાડમાં સરેરાશ 23.32 ઈંચ વરસાદ પડતો હોય છે જ્યારે આ વર્ષે 19.8 ઈંચ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11માંથી 2 ડેમ જ 100 ટકા ભરાયાં: ચોટીલા, મૂળી, સાયલામાં 100 ટકા વરસાદ, અન્ય તાલુકાઓમાં 65થી 95 ટકા

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દિવસોથી ચોમાસુ વિદાયનો મહાલો છવાયો છે. અત્યાર સુધીમાં કુલ 583ની એવરેજ સામે 495 મીમી વરસાદ સાથે સિઝનમાં 84.80 ટકા વરસાદ પડ્યો હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાના 3 તાલુકામાં વરસાદનું પ્રમાણ 100 ઉપર ગયું હતું. જેની સામે અન્ય તાલુકાઓમાં 65થી 95 ટકા વચ્ચે વરસાદ વરસ્યો હતો. હજુ પણ 15.2 ટકા વરસાદની ઘટ દેખાઇ હતી.

જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝન ચાલુ થતાની સાથે સારો વરસાદ થયો હતો. ત્યાર બાદ વરસાદ ખેચાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ બાદમાં થોડો ઘણો વરસાદ થયો હતો. જિલ્લામાં દર ચોમાસાની સિઝનમાં કુલ 583 મીમીવરસાદની એવરેજ છે. અત્યાર સુધીમાં 495 મીમી વરસાદ પડતા હાલમાં જિલ્લામાં 84.80 ટકા પડ્યો હોવાની સ્થિતિ સર્જાઇ છે.

જિલ્લામાં 11 ઓકટોબરે ચોટીલામાં 29 મીમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના ચોટીલા, મૂળી, સાયલા પંથકમાં 100થી 103 ટકા વરસાદનું પ્રમાણ રહ્યું હતું. જેની સામે ચુડા, પાટડી, ધ્રાંગધ્રા, થાન, લખતર, લીંબડી, વઢવાણ તાલુકા પંથકમાં 65થી 95 ટકા વરસાદ રહ્યો હતો. સૌથી વધુ 667 મીમી ચોટીલા, સૌથી ઓછો વરસાદ 390 લખતર તાલુકામાં પડ્યો હતો. હજુ પણ જિલ્લામાં 15.2 ટકાની ઘટ રહી હતી.

ચોટીલામાં 101, મૂળીમાં 102, સાયલામાં 103 ટકા વરસાદ

જળાશયોની સ્થિતિ (મેટ્રીક ઘનફૂટમાં પાણી)

જળાશયકુલ ક્ષમતાહાલમાં પાણીટકાવારી
નાયકા484484100
ધોળીધજા720656.4791.18
થોરીયાળી792.11472.8359.69
વાંસલ140.3882.8859.04
ફલકુ459.8153.5133.39
મોરસલ114.7642.5137.04
સબુરી158.9125.8516.27
નીભણી218.2464.6829.64
વણોદ535.72116.5121.75
ત્રીવેણીઠાંગા113.9113.9100
ધારી106.356.1852.85
કુલ3844.122269.3259.03

એવરેજ વરસાદની સામે સિઝનનો અત્યાર સુધીનો વરસાદ (મીમીમાં)

તાલુકોએવરેજસિઝનનોસીઝનનો વરસાદ
વરસાદટકાવારીમાં
ચોટીલા660667101.02
ચુડા57152291.47
પાટડી57239168.38
ધ્રાંગધ્રા54540173.52
થાન62750680.66
લખતર59739065.37
લીંબડી62244872.03
મુળી556569102.4
સાયલા535552103.2
વઢવાણ60250082.83

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...