સારું પરિણામ:12 સાયન્સમાં ઝાલાવાડ 83.20 ટકાએ પાસ, 5 વર્ષમાં પહેલી વાર પરિણામ સુધર્યું

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષથી ઓનલાઇન શિક્ષણ અને કોરોનાના કપરા કાળ વચ્ચે પણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની મહેનત ફળી
  • 2019-20માં 79 ટકા પરિણામ હતું
  • એ-વન ગ્રેડમાં માત્ર 9 વિદ્યાર્થી : ધ્રાંગધ્રા કેન્દ્રનું 76.34 જ્યારે સુરેન્દ્રનગર કેન્દ્રનું 84.18 ટકા

કોરોનાના કપરા સમય બાદ ધમધમતા થયેલા શિક્ષણ બાદ ધો. 12 સાયન્સની લેવામાં આવેલી પરીક્ષાનાં પરિણામો જાહેર થયાં છે, જેમાં જિલ્લાનું 83.20 ટકા પરિણામ આવ્યું છે. કુલ 1178 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 9 વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. કોરોના સમયે માસ પ્રમોશન આપીને 100 ટકા વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા, તેને બાદ કરતાં 5 વર્ષમાં આ વર્ષે જિલ્લાનું સૌથી સારું પરિણામ આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લો એ શિક્ષણનું હબ માનવામાં આવે છે અને આથી જ અહીંયાં અન્ય જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ કોરોનાના કપરા સમયમાં શિક્ષણ ક્ષેત્રને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. વિધાર્થીઓને પણ પરિણામમાં સહન કરવાના દિવસો આવ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળ ચાલતો હોય પરીક્ષા લીધા વગર સત્રની લેવાયેલી પરીક્ષામાં મેળવેલા માર્કસને આધારે વિધાર્થીઓને પાસ કરી દેવામાં આવતા 100 ટકા પરિણામ આવ્યુ હતુ.

પરંતુ આ વર્ષે કોરોનાનો ડર દૂર થઈ ગયા બાદ ધો. 12 સાયન્સની લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર થયું હતું, જેમાં જિલ્લાનું કુલ પરિણામ 83.20 ટકા આવ્યું હતું, જેમાં 9 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં આવ્યા હતા. 5 વર્ષના પરિણામમાં કોરોનાના 100 ટકા પરિણામને બાદ કરીએ તો ધો. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેના પરિણામમાં આ વર્ષે સૌથી સારું પરિણામ આવ્યું છે. તેમ છતાં એ-1 ગ્રેડમાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગ્રેડદીઠ પરિણામ
ગ્રેડવિદ્યાર્થીઓ
A19
A273
B1155
B2211
C1270
C2209
D34
E10
NE196
ટકાવારી83.2
5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહનાં જિલ્લાનાં પરિણામની વિગત
વર્ષપરીક્ષાર્થીઉત્તીર્ણપરિણામ
20182158175481.28
20192247177679.06
20202188174379.68
202113831383100
(માસ પ્રમોશન)
2022115796283.2
આ વર્ષે A-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી .

ચોટીલાની એક માત્ર સરકારી માધ્યમિક શાળાનું 12 વિજ્ઞાન પ્રવાહનું 100% પરિણામ, તમામ 4 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા
ચોટીલા | તાલુકાની એક માત્ર વિજ્ઞાન પ્રવાહની સરકારી માધ્યમિક શાળાનું ધોરણ 12નું 100 ટકા પરિણામ આવતાં કોરોનાકાળમાં સરકારી શાળાના શિક્ષકોની ઉમદા કામગીરી સિદ્ધ થઈ છે. એક તરફ સમૃદ્ધ વાલીઓ સરકારી માધ્યમિક શાળામાં સંતાનને ભણાવવા તૈયાર નથી ત્યારે કોરોના કાળમાં એક માત્ર સાયન્સ સ્કૂલમાં તાલુકાના પૂર્વ BRC દશરથભાઇ પટેલે તેના પુત્રનું એડમિશન લઈને દાખલો બેસાડ્યો સાથે અન્ય 3 વિદ્યાર્થીએ પણ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

કોરોના માં સૌથી કપરી સ્થિતિ છતાં શિક્ષકોએ અથાગ મહેનત કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી, કેટલીક ફેકલ્ટીના સ્વખર્ચે પ્રવાસી શિક્ષકો બોલાવી સરકારી શાળાના શિક્ષકોએ માનવતા દાખવી તેનું ધોરણ 12માં 4 વિદ્યાર્થીનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં તાલુકાનો વિજ્ઞાન પ્રવાહનો રેકોર્ડ તોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...