તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતામાં:ઝાલાવાડ પંથકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો, ખેડૂતોને પાક સુકાઇ જવાનો ભય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડ પંથકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો, ખેડૂતોને પાક સુકાઇ જવાનો ભય - Divya Bhaskar
ઝાલાવાડ પંથકમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો, ખેડૂતોને પાક સુકાઇ જવાનો ભય
  • ગત વર્ષની સીઝનનો 34.64 ઇંચ સરખામણીએ આ વર્ષ અત્યાર સુધીમાં સીઝનનો 3.4 ઇંચ જ વરસાદ થયો
  • પાંચ દિવસથી વરસાદ ન થતા છેલ્લા 13 દિવસમાં લધુતમમાં 3.3 અને મહતમમાં 5.5 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2020 ચોમાસુ દ્રષ્ટીએ સારૂ રહ્યુ હતુ. જેમાં ગત વર્ષે ચોમાસુ સીઝનમાં એવરેજ 34.64 ઇંચ વરસાદ થયો હતો. જેમાં ગત જુલાઇની શરૂઆત સુધીમાં સીઝનનો 4.84 ઇંચ સરખામણીએ આ વર્ષે જુલાઇ માસની શરૂઆતમાં 3.4 ઇંચ વરસાદ જ નોંધાયો છે. આમ 1.44 ઇંચ વરસાદ આ વર્ષ ઓછો થતા ખેડૂતે ખેતરોમાં 1 લાખ 78 હજાર 230 હેક્ટરમાં વાવેલો ખરીફ પાક સુકાઇ જવાનો ભય સતાવી રહ્યો છે.

ઝાલાવાડ કૃષી આધારીત હોવાથી મોટાભાગની વસ્તીનો આવકનો સ્ત્રોત કૃષી પર ટકેલો છે. જ્યારે જિલ્લામાં કેનાલની સુવિધા મળી છે. પરંતુ હજુ પણ ખેતી ચોમાસુ સીઝનમાં પડતા વરસાદ આધારીત હોવાથી ખેડૂતો વરસાદ આધારે વાવેતર પર નિર્ભર રહે છે. વર્ષ 1990થી 2019 સુધીમાં એવરેજ વરસાદ જિલ્લામાં 583 એટલે કે 23.12 ઇંચ રહે છે. તેની સરખામણીએ વર્ષ 2020માં ચોમાસુ સારૂ જતા સીઝનનો 866 એમએમ એટલે કે 34.64 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં તા.3 જુલાઇ-2020 સુધીમાં 121 એમએમ એટલેકે 4.84 ઇંચ વરસાદ થઇ ગયો હતો.

આ વર્ષ મેઘરાજા ઓછા મહેરબાન થતા તા. 3 જુલાઇ 2021 સુધીમાં 85 એએમ એટલે 3.4 ઇંચ જ વરસાદ થયો છે. જ્યારે છેલ્લે તા.28-જુન-2021 બાદ આજ સુધી વરસાદ ન થતા સતત પાંચ દિવસ વાદળો સુર્યનારાણય સામે સંતાકુકડી રમે છે પણ વરસાદ થતો નથી. કોરોનાનો માર સહન કરી ચુકેલા ખેડૂતો આ વર્ષ ચોમાસુ સારૂ જવાની આશાએ સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ 78 હજાર 230 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં બાજરી, જુવાર, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, દિવેલા, કપાસ, શાકભાજી, ઘાસચારો સુકાઇ જવાની ભીતી સર્જાઇ છે. આ વાવેતરમાં સૌથી વધુ કપાસનું વાવેતર 1 લાખ 25 હજાર 587 હેક્ટરમાં થયુ છે. તાલુકામાં સૌથી વધુ ધ્રાંગધ્રામાં 59 હજાર 030 હેક્ટરમાં ખરીફ પાકનુ઼ વાવેતર થયુ છે. આમ ખેંચાયેલો વરસાદ ફરી વરસે અને ખેડૂતોના વાવેતરને લાભ થાય તેવી આશાએ ખેડૂતો મીટ માંડી બેઠા છે.

કપાસના પાકને હળવુ પિયત ચાલુ રાખવુ, કઠોળ, મગફળીના પાકને હાલ જરૂર નથી

કપાસના પાકમાં જમીનની અંદરથી છોડનો ઉગાવો ન થયો હોય તો પાણી આપતા રહી ઉગતો રહે તેવુ કરવુ, હેવી પિયત આપો તો વરસાદ વધુ થાય તો બળી જવાની શક્યતા હોવાથી જો સગવડ હોય તો પિયત ચાલતુ રાખવુ જોઇએ. જેમાં ફુવારા પધ્ધતી, ડ્રિપ ઇરીગેશન ચાલુ કરવુ જોઇએ. મગફળીના પાકમાં પિયત આપવાની જરૂર નથી હોતી. વરસાદ કદાચ ખેંચાયતો 10 થી 15 દિવસ સુધી કાંઇ તકલીફ ન આવે. કઠોળમાં પણ 10 દિવસ સુધી વરસાદ ન થાય તો વાંધો ન આવે. શાકભાજીના પાકમાંમાં પિયતની ફેસેલીટી હોય તો પાણી નિયમિત પાણી આપવુ જોઇએ.- એમ.એફ.ભોરણીયા,કૃષી વિજ્ઞાનીક, કૃષી વિજ્ઞાન કેન્દ્ર નાનાકાંધાસર

સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકા વાઇઝ ખરીફ વાવેતર (હેક્ટરમાં)

ચોટીલામાં 29 હજાર 263 હેક્ટર, ચુડામાં 32 હજાર 980 હેક્ટર, દસાડામાં 20 હજાર 51 હેક્ટર, ધ્રાંગધ્રામાં 59 હજાર 030 હેક્ટર, લખતરમાં 4 હજાર 103 હેક્ટર, લીંબડીમાં 3 હજાર 070 હેક્ટર, મુળીમાં 18 હજાર 710 હેક્ટર, સાયલામાં 13 હજાર 390 હેક્ટર, થાનગઢમાં 9 હજાર 463 હેક્ટર અને વઢવાણમાં 6 હજાર 170 હેક્ટર મળી કુલ 1 લાખ 78 હજાર 230 હેક્ટર ખરીફ વાવેતર થયું છે.

વાવેતર થયેલા મુખ્ય પાક (હેકટરમાં)

કપાસ (પિયત) 1 લાખ 24 હજાર 527 હેકટર, કપાસ (બિન પિયત) 1060 હેકટર, મગફળી 34 હજાર 227 હેકટર, તલ 1562 હેકટર, બાજરી 1628 હેકટર, કઠોળ 732 હેકટર, શાકભાજી 2093 હેકટર અને ઘાસચારાનું 11 હજાર 657 હેકટરમાં વાવેતર થયું છે.

તા.2 જુલાઇ સુધીમાં વર્ષ 2020, 2021નો વરસાદ

ચોટીલામાં 2020માં 122 મીમી અને 2021માં 44 મીમી, ચુડામાં 2020માં 223 મીમી અને 2021માં 156 મીમી, દસાડામાં 2020માં 61મીમી અને 2021માં 46 મીમી, ધ્રાંગધ્રામાં 2020માં 98 મીમી અને 2021માં 42 મીમી, લખતરમાં 2020માં 77 મીમી અને 2021માં 71 મીમી, લીંબડીમાં 2020માં 201 મીમી અને 2021માં 78 મીમી, મૂળીમાં 2020માં 101 મીમી અને 2021માં 99 મીમી, સાયલામાં 2020માં 117 મીમી અને 2021માં 95 મીમી, થાનગઢમાં 2020માં 48 મીમી અને 2021માં 131 મીમી, જ્યારે વઢવાણમાં 2020માં 165 મીમી અને 2021માં 90 મીમી મળી 2020માં 20 જૂલાઇ સુધીમાં 1213 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 2021માં 852 મીમી વરસાદ નોંધાયો છે. આમ 2020ની સરખામણીએ 2020 કરતાં 2021માં 361 મીમી ઓછો વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...