મેઘમહેર:ઝાલાવાડમાં અત્યાર સુધીમાં સિઝનનો 28.89% વરસાદ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારની રાતથી લઇને સોમવારની સવાર સુધી સુરેન્દ્રનગર શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ
  • અન્ય તાલુકાઓમાં પણ અડધાથી દોઢ ઈંચ સુધી વરસાદ, હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 4 દિવસ જિલ્લો વરસાદની બાબતમાં ગ્રીન ઝોનમાં
  • 14 જુલાઈ પછી ભારે વરસાદની શક્યાતા વ્યક્ત કરાઈ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે જેમાં રવીવારની રાતથી લઇને સોમવારની સવાર સુધી ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધો ઇંચથી લઇને દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો હતો.તા.11 જુલાઇ સુધીમાં જિલ્લામાં સરેરાસ મૌસમનો 28.89 ટકા વરસાદ થયો છે.

જેમાં વર્તમાન સમયે ખેતરોમાં વાવેલા પાકને વરસાદના પાણીની તાતી જરૂર છે. ત્યારે મેઘો મન મુકીને વરસે તે જરૂરી બની ગયુ છે. છતાં આ વરસાદ પાકને સારો ફાયદો કરશે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 4 દિવસ જિલ્લો વરસાદની બાબતમાં ગ્રીન જોનમાં છે. જયારે તા.14 જુલાઇ પછી ભારે વરસાદની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે.

ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફ ટીમ
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન અને સુરેન્દ્રનગર જિલ્લા સહિતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.ત્યારે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજય સરકારે પગલા હાથ ધર્યા છે.આથી 25 સભ્યોની એસડીઆરએફ સ્ટેડ ડિઝાસ્ટરેપીડ ફોર્સની ટીમ સુરેન્દ્રનગર આવી પહોંચી હતી.જેમણે ડિઝાસ્ટર મામલતદાર દેવેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ મામલતદાર નીલેશભાઇ પરમાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી.

ગોલાસણમાં વાડીમાં વીજળી પડતા જાનહાનિ ટળી
હળવદના ગોલાસણ ગામના સાદુરભાઈ મનજીભાઈ ઠાકોરની વાડીમાં વીજળી પડતા મકાનના કઠોડો ધરાશાઇ થયો હતો. તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

ગત વર્ષ અને આ વર્ષનો 11 જૂન સુધીનો વરસાદ

તાલુકો30 વર્ષનો એવરેજ11-7-2021ટકાવારી11-7-2022ટકાવારી
ચુડા5818312.5724442
ચોટીલા67616328.5623835.21
થાનગઢ637498.5712719.94
દસાડા574427.712920.73
ધ્રાંગધ્રા5547111.912818.95
મૂળી5637812.5417831.62
લખતર6049917.8215825.99
લીંબડી6309517.7613821.9
વઢવાણ61413120.8821332.41
સાયલા5479014.9117431.81
કુલ598090115.45172728.89

​​​​​​​

થાન મહાલક્ષ્મી શેરીમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી
જિલ્લામાં સોમવારે વરસાદ મહેરબાન થતા ઠેરઠેર ઝાપટા પડ્યા હતા. થાનગઢમાં મહાલક્ષ્મી શેરીમાં આવેલું 100 વર્ષ જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ બનાવ બન્યો તે સમયે ઘટનાસ્થળે કોઇ હાજર ન હોવાથી જાન હાની થઇ ન હતી. પરંતુ શહેરમાં આવા જર્જરિત મકાનો પાલિકા ઉતરાવી લેવા કાર્યવાહી હાથ ધરે જેથી કોઇ જાનહાની થતિ અટકે તેવી લોકમાગ ઉઠી છે. તસવીર-ભરત દવે

અન્ય સમાચારો પણ છે...