તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવું ગયું 2020:ઝાલાવાડ : વેદનામય વર્ષનો ખમીરવંતો સામનો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્ષ 2020નો આજે અંતિમ દિવસ છે ત્યારે 2020ના વેદનામય વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને વધાવવા ઝાલાવાડવાસીઓ થનગની રહ્યા છે. 2020નું વર્ષ દરેક માટે ભારે રહ્યું છે. જિલ્લાના અનેક પરિવારોએ કોરોનાને લીધે સ્વજન ગુમાવ્યા છે. લોકડાઉનમાં અનેક લોકોને રોજગારી ખોઇ છે. બીજી તરફ મેઘ મહેર કહેર બનીને તૂટી પડતાં અતિષ્વૃષ્ટિ સર્જાઇ હતી. જગપ્રસિદ્ધ તરણેતરનો મેળો પણ ઇતિહાસમાં પ્રથમ વખત બંધ રહ્યો હતો. જો કે, આવા સમયે ઝાલાવાડવાસીઓનું ખમીર અને માનવતા ઉડીને આંખે વળગ્ય છે.

જિલ્લાના 3 જવાન દેશસેવા કાજે શહીદ થયા

મુળીના ટીકરના ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા 25 જાન્યુઆરી, વઢવાણના ભરતસિંહ દિપસિંહ પરમાર 28 ફેબ્રુઆરી અને સાયલા તાલુકાના ચોરવીરાના રઘુભાઇ બાવળીયા તારીખ 21 ઓક્ટોબરના રોજ દેશસેવા કાજે ફરજ બજાવતાં શહીદ થયા હતા.

લોકડાઉનમાં હરિદ્વારમાં 101 વ્યક્તિ ફસાયા

તા. 13થી 21 માર્ચ સુધી હરીદ્વારમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં ઝાલાવાડના 101 લોકો ગયા હતા. અચાનક લોકડાઉન આવતા ટ્રેનો બંધ થઇ જતાં પરત આવવું મુશ્કેલ બન્યું હતું. અન્નક્ષેત્ર બંધ થતાં અને 144ની કલમ લાગુ કરાતાં બે ટંક જમવાના ફાંફા પડવા લાગ્યા હતા.

ગેડીયા ગેંગના 20 આરોપી સામે ગુજસીટોક અંતર્ગત ગાળીયો કસાયો

જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચાલુ વાહને ચોરી કરનાર ગેડીયા ગેંગના સભ્યો સામે ચોરી, ખુનની કોશીષ, દુષ્કર્મ, ખંડણી, અપહરણ, ફરજમાં રૂકાવટ, હથીયાર સહિતના 123 ગુના નોંધાયા હતા. ગુજસીટોક (ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નીયંત્રણ અધિનિયમ) અંતર્ગત જિલ્લામાં પ્રથમવાર ગેંગના 20 સભ્યો સામે ગુનો નોંધાયો હતો. જેમાંથી 13 આરોપીઓ પોલીસ પકડમાં છે, જયારે 7 પકડવાના બાકી છે.

કાર રેલીસ્ટ ભરત દવેનું કોરોનાથી મોત થયું

કોરોનાની સારવાર લઇ રહેલા આંતરરાષ્ટ્રીય કાર રેલીસ્ટ ભરત દવેને ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાતા હતા. ત્યારે કુવાડવા પાસે ઓકસીજન ખુટી જતા તેમનું અવસાન થયુ હતુ. તેઓ 1985થી 1990 દરમીયાન છ વખત હીમાલયન કાર રેલી જીત્યા હતા. જયારે 29 દિવસમાં 29 રાજયોમાં 16,500 કીમીનો પ્રવાસ ખેડયો હતો.

દીપમાળા : કોરોનાના અંધકારને ઉલેચવા ઝાલાવાડવાસીઓએ દીવડા પ્રગ્ટાવ્યાં

વડાપ્રધાને તા.5 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી તમામ દેશવાસીઓને ઘરની લાઇટો બંધ કરી દીવા અને મીણબતતી પ્રગ્ટાવવાન આહવાન કર્યુ હતું. જેને ઝાલાવાડવાસીઓએ પણ આવકાર્યુ હતું. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ઐતિહાસીક રીતે દીવડાઓની રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા બની
રાજ્ય સરકારે સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરવાની જાહેરાત 22-6-2020 ના રોજ કરતા મહાનગરપાલિકા બનાવવાની અટકળોનો અંત આવતા સંયુક્ત પાલિકા જાહેર કરી હતી.બન્ને પાલિકાના 80 માંથી હવે 52 સુધરાઇ સભ્યો ચૂંટાશે. નવેમ્બર માસમાં જાહેર થયેલ ચૂંટણી કોરોનાના કારણે 3 માસ પાછી ઠેલાતા વહીવટદારનું શાસન લંબાયું હતું.

લીંબડી પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણા વિજેતા
રાજયની આઠ ખાલી પડેલી વિધાનસભા બેઠકની સાથે લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. તા. 3 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 58 ટકા મતદાન થયુ હતુ. જયારે તા. 10ના રોજ યોજાયેલ મતગણતરીમાં ભાજપના કીરીટસિંહ રાણાને 88928 અને કોંગ્રેસના ચેતન ખાચરને 56878 મત મળતા 32050ની લીડ સાથે કિરીટસિંહનો વિજય થયો હતો.

દેશમાં લોકડાઉન લદાયાના એક માસ બાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

કોરોનાએ દેશ અને દુનિયામાં દેખા દેતા 24 માર્ચથી લોકડાઉન અમલી બન્યું હતું. જિલ્લામાં 144ની કલમ લાગુ કરાઇ હતી. જેમાં કામ વગર બહાર નિકળતા લોકો સામે પોલીસે દંડો ઉગામતી હતી.લોકડાઉનના 1 માસ બાદ 24 એપ્રિલના રોજ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેસ નોંધાયો હતો. આંધ્રપ્રદેશથી ટ્રક લઇને આવનાર થાનના આધેડ ટ્રકચાલકને કોરોના પોઝિટીવ આવ્યો હતો.

માલવણ પાસે બેસતા વર્ષ ફરાવા નીકળેલા પરિવારનાે અકસ્માત : 7ના મોત નીપજ્યાં

પાટણ જિલ્લાના કોરડા અને નાનાપુરા ગામે રહેતા સાળા-બનેવીનો પરિવાર નવા વર્ષમાં ફરવા નીકળ્યો હતો. સૌરાષ્ટ્ર યાત્રા કરી છેલ્લે ચોટીલા દર્શન કરી પરત ફરતા સમયે માલવણ હાઇવે પર ડ્રાઇવરને ઝોકુ આવતા કાર ડમ્પર સાથે અથડાઇ હતી. જેમાં કાર લોક થયા બાદ સળગી ઉઠતા સાળા - બનેવી સહિત પરિવારના 7 સભ્યો જીવતા ભુંજાયા હતા. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થતો હતો.

નેત્રમ પ્રોઝેક્ટ અંતર્ગત ઇ-મેમાની શરૂઆત
સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, દૂધરેજ જોરાવરનગર સહીતના વિસ્તારોમાં ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા સરકારે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત 51 સ્થળે 226 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવે છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતા યુવાનને ચાલુ બાઇકમાં મોબાઇલ પર વાત કરવા બાબતે સૌ પ્રથમ ઇ મેમો આપવામાં આવ્યો હતો.

ચોટીલાની યુવતિ 660 દિવસે ઘરે પરત ફરી
ચોટીલામાં ટ્યુશન ક્લાસ ચલાવતો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી તારીખ 11-8-2018 ના રોજ નિધી મુકેશભાઇ ખખ્ખર નામની યુવતીને ભગાડી ગયો હતો. યુપીના સરહાનપુરમાંથી પડોશીઓ પાસેથી મદદ લઇ યુવતી 6-6-2020 ના રોજ અંદાજે 660 દિવસ બાદ લંપટ શિક્ષકની ચુંગાલમાંથી ભાગીને ચોટીલા પોતાના ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ સીબીઆઇની ટીમે પંજાબ, હરીયાણા બોર્ડર પાસેથી શિક્ષક ધવલ ત્રિવેદીને ઝડપી લીધો હતો.

જિલ્લામાં મેઘકહેર, ધોળીધજા ડેમ છલકાયો

સુરેન્દ્રનગર જિ્લ્લામાં ગત ચોમાસાએ મેઘાએ કહેર કરી હતી. જિલ્લામાં 154 ટકા વરસાદી પાણી પડતા જળાશયોમાં નવા નીર આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ભોગવો નદી બે કાંઠે વહેતી થઇ હતી.

તરણેતરના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું

થાનના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે યોજાતો તરણેતરીયો મેળો કોરોનાને લીધે આ વર્ષે તરણેતરનો મેળો યોજાયો ન હતો. પરંતુ 250 વર્ષ પ્રાચીન પરંપરા મુજબ મહાદેવજીને ધ્વજારોહણ કરાયુ હતુ.1986માં દુષ્કાળ બાદ પ્રથમ વખત મેળો મોકુફ રખાયો હતો.

કેદારનાથ યાત્રા દરમિયાન દહેરાદુન પાસે અકસ્માતમાં જિ.યુવા ભાજપ પ્રમુખનું મોત

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ હોદ્દેદારો કેદારનાથની યાત્રાએ ગયા હતા. જેમાં દહેરાદુન પાસે અકસ્માતમાં કાર ખાઇમાં પડી હતી. અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મૃગેશ રાઠોડનું મોત થયુ હતુ. જયારે જિલ્લા ભાજપ મહામંત્રી હીતેન્દ્રસિંહ ચૌહાણને ઇજાઓ પહોંચી હતી. અને લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ક્રીપાલસિંહ ઝાલા અલકનંદા નદીમાં તણાયા હતા. જિલ્લા ભાજપ સંગઠનમાં શોકનો માહોલ છવાયો હતો.

દેવજીભાઇ ફતેપરાને ચેક રીટર્ન કેસમાં સજા

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાએ લોકસભાની ચૂંટણી વખતે જમીન વેચવાનું કહી તેમના મિત્ર અને ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકોર પાસેથી 1.48 કરોડ લીધા હતા.જેમાં દસ્તાવેજ ન કરી પરત દેવા અપાયેલો ચેક રીટર્ન થતા કલોલ કોર્ટે 2 વર્ષની સજા અને રૂપિયા 2.97 કરોડનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો