ભાવ વધારો:ઝાલાવાડના ફટાકડા બજારમાં લોકલ ફોર વોકલ, પહેલી વાર ચાઇનીઝ ફટાકડા નહીં ફૂટે: ભાવમાં 30થી 35% વધારો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફટાકડાઓએ આકર્ષણ જમાવ્યું બાળકોમાં પહેલેથી પ્રિય એવા 555, નાઝી, સીંધરી બોમ્બ, ફુલઝર, ભોંયચકરી, સાઉન્ડવાળા રોકેટ, કલરવાળા રોકેટ સહિતની બજારમાં વધુ જોવા મળે છે પરંતુ હાલ હેલિકોપ્ટર, મોર, પબજી ગન, પંચાવતાર, પોપઅપ સહિતના ફટાકડાઓએ પણ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે. જ્યારે ટીલડી જેવા જોવા મળતા પોપઅપે બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. - Divya Bhaskar
આ ફટાકડાઓએ આકર્ષણ જમાવ્યું બાળકોમાં પહેલેથી પ્રિય એવા 555, નાઝી, સીંધરી બોમ્બ, ફુલઝર, ભોંયચકરી, સાઉન્ડવાળા રોકેટ, કલરવાળા રોકેટ સહિતની બજારમાં વધુ જોવા મળે છે પરંતુ હાલ હેલિકોપ્ટર, મોર, પબજી ગન, પંચાવતાર, પોપઅપ સહિતના ફટાકડાઓએ પણ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે. જ્યારે ટીલડી જેવા જોવા મળતા પોપઅપે બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે.
  • ઝાલાવાડના ફટાકડા બજારમાં લોકલ ફોર વોકલ, પહેલી વાર ચાઇનીઝ ફટાકડા નહીં ફૂટે: ભાવમાં 30થી 35% વધારો

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સહિત જિલ્લાની બજારોમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કોરોનાની મહામારી અને નિયંત્રણોનાં 2 વર્ષ પછી જિલ્લામાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. રંગેચંગે અને આસ્થાપૂર્વક નવરાત્રિ-દશેરાના પર્વો સંપન્ન થયા પછી હવે પ્રકાશપર્વની ઉજવણી માટે જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે.

બીજી તરફ રંગ, ફટાકડા અને ગાર્મેન્ટ સહિતના વેપારમાં 2 વર્ષ પછી ઘરાકી નીકળવાના અને સંતોષકારક વેપાર થવાની આશા વેપારી આલમમાં જોવા મળી રહી છે. જિલ્લાની ફટાકડા બજાર નીતનવા ફટાકડાથી સજ્જ થઈ ગઈ છે અને ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે. જોકે આ વર્ષે પહેલી જ વાર વેપારીઓએ તુક્કલ સહિતના ચાઇનીઝ ફટાકડા ખરીદ્યા ન હોવાથી ફટાકડાના હોલસેલ અને રીટેલ બજારના ભાવમાં 30થી 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જિલ્લામાં હોલસેલના 200થી વધુ અને રીટેલના 1500થી વધુ વેપારી છે. જ્યારે જિલ્લામાં દર વર્ષ ફટાકડાની માંગ રહેતાં 5 કરોડથી વધુનો બિઝનેસ થાય છે. જિલ્લામાં આ વર્ષે પણ ચાઇનીઝ ફટાકડા પર પ્રતિબંધ ઉપરાંત વેપારીઓએ જાતે ચાઇનીઝ ફટાકડાનો સ્ટોક ન કરતાં શિવાકાશીના ફટાકડાએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવોમાં 30થી 35 ટકાનો વધારો થયો છે.

ફાયર ફાઇટર સાથે ટીમ તૈનાત રહેશે
સુરેન્દ્રનગરમાં આગના બનાવ બને તો તાત્કાલિક ડેમેજ કન્ટ્રૉલ માટે ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાં 2200 લીટરની ક્ષમતાનાં 2 નાનાં અને 12000 લીટરની ક્ષમતાનાં 5 મોટાં ફાયર ફાઇટર તૈયાર કરાય છે, જે પૈકી એક મોટું અને એક નાનું વઢવાણમાં તૈનાત કરાયું છે જ્યારે 12 ફાયરમૅન અને 8 ડ્રાઇવરની ટીમ રાઉન્ડ ધ ક્લોક તૈયાર રહેશે. આગનો કોઈ બનાવ બને તો 02752-282250 પર સંપર્ક કરવાનો રહેશે.’ > દેવાંગ દૂધરેજિયા, ફાયર ઓફિસર

ફટાકડા બનાવવાના પાઉડરનો ભાવ વધતાં ઉત્પાદન ઓછું થતાં મોંઘા થયા
શિવાકાશીથી ભારત, ગુજરાતમાં ફટાકડા બનીને વેચાણ અર્થે મોકલવામાં આવતા હોય છે. ફટાકડાની બનાવટમાં અતિ મહત્ત્વના પાઉડરનો ભાવ વધવા સાથે ઉત્પાદન ઓછું થવાને કારણે ફટાકડાના ભાવોમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. જિલ્લામાં મોટા ભાગના વેપારીઓ શિવાકાશીથી ફટાકડાની આયાત કરે છે.’ > ફારૂકભાઈ મેમણ, ફટાકડાના વેપારી

અન્ય સમાચારો પણ છે...