અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવીલ શહેરમાં તાજેતરમા ગુજરાત કલ્ચરલ એસોસિયેશન હોલમાં ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યદરબાર યોજાયો હતો.જેમાં નેશવીલ GCA કમિટી તથા આગેવાનો જેવા કે જગુભાઈ વી. પટેલ અને દીનેશ લાલાએ નક્કી કરેલ હતું કે આ કાર્યક્રમની સંપૂર્ણ આવક ગુજરાત રાજ્યના બારડોલી પાસે આવેલા ખરવાસા ગામની મંદબુદ્ધીનાં બાળકોની શાળા શાંતિનાથાય સેવાશ્રમને અર્પણ કરીશું.
ડો.જગદીશ ત્રિવેદીએ સૌપ્રથમ આ કાર્યક્રમનો પોતાનો પુરસ્કાર ખરવાસાની આ શાળાને અર્પણ કર્યો હતો અને પછી એક પછી એક શ્રોતાજનોએ પોતપોતાના તરફથી દાનની જાહેરાત કરતાં કુલ 32,515 અમેરિકન ડોલર એકત્ર થયા હતા. જે આશરે ભારતીય કરન્સીના 26 લાખ રૂપિયા થયા છે.
આ સંસ્થાના પ્રમુખે જણાવ્યા મુજબ આ રકમમાંથી મંદબુદ્ધીનાં બાળકો માટે ફીઝીયોથેરાપીના સાધનો વસાવવામાં આવશે.આ રકમ નેશવીલ જીસીએ તરફથી અમેરીકાના ડલાસમાં રહેતા મૂળ ખરવાસા ગામના ડાહ્યાભાઈ એન. પટેલ જે આ સંસ્થાના ભૂમિદાતા અને પ્રમુખ છે તેમને એટલે કે બ્રાઈટર વિઝન ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.