કલેક્ટરનો હુકમ:ઝાલાવાડ જિનિંગ મંડળીના ચેરમેનની ફેરતપાસ અરજી મહેસૂલ વિભાગ સચિવે ફગાવી દીધી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે આપેલા ચુકાદા સામે અરજદારો મહેસૂલ વિભાગમાં અરજી કરી હતી

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રોસેસીંગ લી મંડળી મામલે કલેક્ટરે જીનીંગ એન્ડ પ્રોસીંગ અને ખેડૂતને લગતા ખાતર વેચાણની કામગીરી અને ખેતીના ઓજારો વેચાણની કામગીરી વગેરેના ઔધોગીક પરવાનગી મળવાની માંગણી અગ્રાહ્ય રાખી હતી.જેની સામે ઝાલાવાડ જીનીંગ એન્ડ કોઓપરેટીવ સોસાયટી લી ચેરમેન રેવન્યુ વિભાગમાં ગયા હતા જ્યાં ફેરતપાસ અરજી નામંજુર કરી કલેક્ટરનો હુકમ ગ્રાહ્ય રાખવા જણાવાયું હતું.

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનીંગ એન્ડ પ્રોસેસીંગ લી મંડળી મામલે કલેક્ટરે જીનીંગ એન્ડ પ્રોસીંગ અને ખેડૂતને લગતા ખાતર વેચાણની કામગીરી અને ખેતીના ઓજારો વેચાણની કામગીરી વગેરેના ઔધોગીક પરવાનગી મળવાની માંગણી અગ્રાહ્ય રાખી હતી.જેની સામે ઝાલાવાડ જીનીંગ એન્ડ કોઓપરેટીવ સોસાયટી લી ચેરમેન રેવન્યુ વિભાગમાં ગયા હતા જ્યાં ફેરતપાસ અરજી નામંજુર કરી કલેક્ટરનો હુકમ ગ્રાહ્ય રાખવા જણાવાયું હતું.

પરંતુ વાંધેદારને ફકત સાંભળીને અસરકર્તા અરજદાર પક્ષકારને સાંભળ્યા નથી.મામલતદારનો રીપોર્ટ પણ મેળવ્યો નથી.જે કાયદાના ન્યાયના સિધ્ધાંત વિરૂધ્ધ છે.વાંધેદારના ઇન્ફલુઅન્સમાં ઓર્ડર તા.1-10-21 ઉતાવળથી કરેલો છે. આથી અરજદાર મંડળીને સાંભળ્યા વગર કે નોટીસ આપ્યા વગર અરજી રદ કરી છે.

આથી અરજદાર અને મામલતદારને રીપોર્ટ રજૂ કરવાની તક આપી મંડળીને નવેસરથી કાયદાકીય પ્રોસીજર કરવા હુકમ કરવા માંગ કરી હતી.બંન્ને પક્ષોને સાંભળી મહેસુલ વિભાગ (વિવાદ) સચિવ એ.એમ.માંકડે અરજદારની ફેરતપાસ અરજી નામંજુર કરી કલેક્ટરનો હુકમ કાયમ રાખવા હુકમ કર્યો હતો.

શું છે પુરો મામલો? કેવી રીતે બહાર આવ્યો? શહેરમાં ઝાલાવાડ જિનિંગ એન્ડ પ્રોસેસિંગ સહકારી મંડળીના રૂ.70 કરોડથી વધુની બજાર વેલ્યુ ધરાવતી મિલકતો છે. મંડળી 25 વર્ષ પહેલા ફડચામાં ગઇ હતી. પરંતુ કોરોનામાં મંડળી સભાસદોને અંધારામાં રાખી પુન:જીવીત કરાઇ હતી.

ત્યારબાદ દેદાદરા ગામ પાસે જંત્રી કરતા ઊંચા ભાવે જમીન ખરીદી કર્યાનું તપાસમાં કૌભાંડ બહાર આવ્યું હતું.મહેસુલ વિભાગે અરજી નામંજુર કરવા આ નોંધ્યું: કલેક્ટરે બીનખેતીની મંજુરી માટે જરૂરી પુર્તતાના અભાવે અરજદારની અરજી નામંજુર કરી હતી.જેની વિગતો કલેક્ટરે ચકાસી હતી.

મંડળી પુન: જીવિત અંગે રજૂઆત ન કરી શકતા કલેક્ટરે અરજી નામંજૂર કરી હતી
કલેક્ટરે દેદાદરાવાળી જમીન અંગે રમજીભાઇ વશરામભાઇ ડોડીયાના ભાગે એ.6-32 ગુ.જમીન આવી જેની નોંધની વિગત જમીન વેચાણ તથા મૂળ કબજેદાર પાસે જમીન બાકી રહી છે. આ કિસ્સામાં નવો ટુકડો ઉપસ્થિત થયો કે કેમ તે અંગે મામલતદાર વઢવાણ તરફથી અહેવાલ રજૂ થયો નથી.

જમીન ખરીદી અંગે વજુભાઇ એ ગોહિલ દ્વારા તા.23-7-2021ના રોજ રજૂ થયેલી વાંધા અરજી સામે નાયબ કલેક્ટર વઢવાણ પાસે અપીલ દાખલ કરી છે.જે અંગે પુર્તતા કરવા અને ઝાલાવાડ જીનીંગ પ્રોસેસીંગ સહકારી મંડળીલી 10-7-1993ના રોજ ફડચામાં થઇ છે.ત્યારબાદ મંડળી પુન:જીવીત થઇ તે અંગે વુજભાઇ ગોહિલે વાંધો ઉઠાવ્યો જરૂરી વિગત રજૂ કરવા જણાવાયુ હતુ.પરંતુ અરજદાર રજૂઆત ન કરતા અરજી નામંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...