ધરપકડ:ટીંબામાં દુષ્કર્મ અને મહિલાના મોતના ગુનામાં આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું

વઢવાણ તાલૂકાના ટીંબાની સીમવાડીમાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ હતુ. આ ગુનામાં એક શખ્સ સામે મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે 8 દિવસો બાદ આ ગુનાના આરોપીને વઢવાણ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વઢવાણ તાલુકાના ખોડુ ગામનું દંપતિ ટીંબા ગામની સીમ વાડી વિસ્તાર યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમારની વાડીએ ખેતમજૂરી કરતા હતા. ત્યારે તા. 2 ઓક્ટોબરને મંગળવારે વાડીમાં જ મહિલા સાથે એક શખ્સે દુષ્ક્રર્મ આચરતા ઝેરી દવા પીને મહિલાએ જીવન ટુંકાવ્યુ હતુ.

આ બનાવમાં મૃતકના પતિએ વઢવાણ પોલીસ મથકે મૂળ ટીંબા ગામના અને હાલ રતનપર બાયપાસ રહેતા યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ભોગ બનનાર પત્નીને યુવરાજસિંહે અવારનવાર શરીર સંબંધ બાંધવા કહેતા અને ભોગ બનનાર પત્ની ના પાડતા હતા. આથી યુવરાજસિંહ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકાથી માર મારી શરીરે સામાન્ય ઇજાઓ કરી હતી. ત્યારબાદ પત્નીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી પત્નીને અને દિકરાને મારી નાંખવાની ધમકી આપી હતી.

આથી પત્નીને મનોમન લાગી આવતા અને જીવવા લાયક નહીં રહેતા તેમજ મરવા માટે મજબુર કર્યા હતા. આથી પત્નીએ પોતાની જાતે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા પત્નીને મરવા માટે દૂષપેરણ કર્યુ હતુ. આ બનાવમાં યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમાર સામે ગુનો નોંધાતા વધુ તપાસ સુરેન્દ્રનગર મહિલા સેલના પીએસઆઈ એસ.જે.દવે ચલાવી રહ્યાં હતા.

બીજી તરફ વઢવાણ પોલીસ મથકના પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ડોડીયા, વિજયસિંહ રથવી સહિતની ટીમે વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નાસતા ફરતા યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમારને ઝડપી લીધાે હતો. આ બનાવમાં 8 દિવસ બાદ આરોપીને મહિલા યુનીટ સુરેન્દ્રનગરને કાર્યવાહી કરવા સોંપી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...