પરીક્ષા:ચોટીલામાં આજે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 5મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટેની પરીક્ષાનો શુભારંભ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં આજે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 5મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટેની પરીક્ષાનો શુભારંભ - Divya Bhaskar
ચોટીલામાં આજે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 5મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટેની પરીક્ષાનો શુભારંભ
  • 27 બ્લોકમાં બિલ્ડિંગમાં 316 વિધાર્થીઓ પરીક્ષાખંડમાં પોતાનું ભાવિ નક્કી કરશે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આજે જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 5મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટેની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 27 બ્લોકમાં બિલ્ડિંગમાં 316 વિધાર્થીઓ પરીક્ષાખંડમાં પોતાનું ભાવિ નક્કી કરશે.

આજે જિલ્લાભરના ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોને કેન્દ્ર સરકાર દ્વારા અભ્યાસ સહિત હોસ્ટેલ જેવી નિઃશુલ્કપણે અભ્યાસ માટે બાળકોની પરીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે ચોટીલાની સરકારી શેઠ.જે.એસ.હાઈસ્કૂલ,ઉત્તર બુનિયાદી સ્કૂલ તેમજ એન.એન.શાહ સ્કૂલ ખાતે ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પોતાનું ભાવી નક્કી કરવા પરીક્ષા આપી રહ્યાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે જિલ્લાભરના 3180 બાળકો અને ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોના 316 બાળકો 27 બ્લોકમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્ટ સહિત સેનેટાઇઝેશન કરીને પ્રવેશ મેળવી ચોટીલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા ખંડમા પ્રવેશ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...