તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તોમાં આનંદની લાગણી:1 વર્ષ બાદ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળશે, શહેરના માઇમંદિર વિસ્તારમાં આવેલી દ્વારીકાધીશજીની હવેલીથી સોમવારે સવારે 10 કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરશે

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં આવેલ દ્વારિકાધીશજીની હવેલીથી શોભાયાત્રાના માર્ગો પર કેસરિયા રંગના ધજાપતાકાથી સજાવવામાં આવ્યા છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં આવેલ દ્વારિકાધીશજીની હવેલીથી શોભાયાત્રાના માર્ગો પર કેસરિયા રંગના ધજાપતાકાથી સજાવવામાં આવ્યા છે.
  • હવેલીથી પ્રસ્થાન થઇ મુખ્યમાર્ગો પર ફરી NTM સ્કૂલે સમાપન થશે
  • સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની સહિત સંસ્થાઓનું આયોજન

સુરેન્દ્રનગરમાં દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની સહિત સંસ્થાનો દ્વારા જન્માષ્ટમી પર્વે શોભાયાત્રાનું આયોજન કરાવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે મેળાઓ બંધ રહેતા અને શોભાયાત્રા નિકળી શકી ન હોવાથી ભક્તોમાં નિરાશા છવાઇ હતી. જ્યારે આ વર્ષ પણ મેળાઓ બંધ રહ્યા છે પરંતુ કોરોના કેસ ઘટતા સરકારે લોક લાગણીને માન આપી શોભાયાત્રા આયોજનને મંજૂરી આપતા ભક્તોમાં આનંદની લાગણી છવાઇ છે.આ વર્ષે પણ લોકોના સ્વાસ્થને ધ્યાને લઇ સરકારે મેળાઓ બંધ રાખવાનો નિર્ણય લેતા લોકોમાં નિરાશા છવાઇ છે.

પરંતુ લોકોની લાગણીને ધ્યાને લઇ ગુજરાત સરકારના ગૃહ વિભાગે 30-8-21ના રોજ કૃષ્ણ જન્મોત્સવને અનુલક્ષી બેઠકમાં વિચારણા કેન્દ્ર સરકારની સૂચના અને માર્ગદર્શકા મુજબ છૂટછાટ આપી છે. જેમાં રાત્રે 12 કલાકે યોજાતા પરંપરાગત ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં છૂટછાટ આપી છે.

આથી સુરેન્દ્રનગરમાં વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગદળ, દુર્ગાવાહીની સહિત સંસ્થાનોએ શોભાયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા કમર કસી છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના જયેશભાઇ શુક્લે જણાવ્યું કે શોભાયાત્રા શહેરના માઇમંદિર વિસ્તારમાં આવેલી દ્વારિકાધીશજીની હવેલીથી સોમવારે સવારે 10 કલાકે પ્રસ્થાન કરશે જે હેન્ડલુમ રોડ, ટાંકી ચોક, જવાહર ચોક, પતરાવાળી ચોક, થઇ એનટીએમ સ્કૂલે સમાપન થશે.

શોભાયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
જિલ્લામાં દરેક ધાર્મિક સ્થળોએ યોજાનાર ઉજવણીમાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટાફ હાજર રહેશે. જ્યારે સુરેન્દ્રનગરમાંથી યોજાનાર શોભાયાત્રાના રૂટ પર ડીવાયએસપીના માર્ગદર્શનમાં પીઆઇ, પીએસઆઇ સહિત વિસ્તારના પોલીસ સ્ટાફના જવાનો જોડાશે. શોભાયાત્રની શાંતિપૂર્ણ રીતે નિયમના પાલન સાથે પસાર થાય માટે રૂટમાં, દરેક પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાશે.

સરકારે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવું પડશે

  • જન્માષ્ટમીના રોજ રાત્રે 12 કાલાકે પરંપરાગત કૃષ્ણ જન્મોન્સવ ઉજવણી દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ અને કોરોના નિયમની જાળવણી
  • મંદિર પરીસરમાં એક સમયે એક સાથે 200 વ્યક્તીઓ જ રહી શકશે અને તેના માટે ગોળ કુંડાળા સર્કલ કર્યા હોય તેમાં ઉભા રહી દર્શન કરવાના રહેશે
  • જન્માષ્ટમી પર્વે યોજાતી પારંપરીક શોભાયાત્રા મર્યાદિત વાહનોમાં મર્યાદીત રૂટ પર આયોજન કરી શકાશે
  • મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહીં

નગરમાં શોભાયાત્રાના રૂટ પર શહીદો, સંતો, ક્રાંતિકારીઓ, ઋષિઓને યાદ કરાશે
ઝાલાવાડની પ્રજા ઉત્સવ પ્રિય હોવાથી અહીં દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે. ગુજરાતમાં ઝાલાવાડ અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વ અને મેળાઓનું અનેરું આકર્ષણ અને મહત્તવ છે. આથી લોકો તેમાં ઉત્સાહપૂર્વક જોડાતા હોય છે. સરકારે નિયમોના પાલન સાથે શોભાયાત્રાને છૂટછાટ અપાતા સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડીમાં શોભાયાત્રા યોજાશે. સુરેન્દ્રનગરમાં યોજાનાર શોભાયાત્રામાં આ વર્ષ જુદાજુદા ટેબ્લો નહીં હોય પરંતુ મર્યાદિત વાહન અને ડીજેના તાલે શોભયાત્રા નિકળશે. જેના રૂટ પર ઠેરઠેર દેશની આઝાદી માટે શહિદ થનારા સૈનિકો, ક્રાંતિવીરો, ઋષી-મુનીઓ, સંતો તથા દેશને રમતગમત ક્ષેત્રે દુનિયામાં નામ અપાવનારા રમતવીરોના નામના બેનરો લાગવી તેમને સન્માન કરવા સાથે યાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...