તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વડવાળા દેવ દૂધરેજ ધામે આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ નહીં યોજાય

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્શન કરવા આવતા ભક્તો કોરોના નિયમોનું પાલન કરે : બાપુ

સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામેલોકોના હિતને ધ્યાને રાખી મંદિરે મહોત્સવની ઉજવણી મોકુફ રખાઇ છે.જેમાં જન્મ મહોત્સવ અને સંતવાણી નહીં યોજાય પરંતુ ભક્તોના દર્શન માટે મંદિર ખુલ્લુ રખાશે.ભક્તોને કોરોના નિયમ પાલન સાથે દર્શન કરવા મહંતે અપીલ કરી છે. દેશ વિદેશમાં રહેતા અનેક ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામ આવેલુ છે. અહીં દર વર્ષે જન્માષ્ટમી પર્વે કૃષ્ણ જન્મોત્સવ, સંતવાણી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતા અનેક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.

ત્યારે ગત વર્ષે કોરોના કાળ હોવાથી સંક્રમણ ન ફેલાય માટે ઉજવણી નહોતી કરાઇ આ વર્ષે પણ ભક્તોના સ્વાસ્થના હિતને ધ્યાને લઇ જન્માષ્ટમી મહોત્સવ મોકુફ રાખાયો છે.આ અંગે મહંત કનીરામદાસજીબાપુએ જણાવ્યુ કે મંદિરે ઉજવવામાં આવતા ક્રિષ્ન જન્મોત્સવ તેમજ સંતવાણી, સાંજે મહાઆરતીના દર્શન સહિત કાર્યક્રમ મોકુફ રખાયા છે. મંદિર પરીસર ફક્ત ભક્તોના દર્શન માટે સાંજે 7 વાગ્યા સુધી જ ખુલ્લુ રાખવામાં આવશે. આથી દર્શને આવતા તમામ ભક્તોને કોરોનાને લગતા તમામ નિયમોનું પાલન કરવા અપીલ છે. જે ભક્તો ન આવી શકે તેમ હોય તેમને વડવાળા મંદિર દુધરેજ ધામ સોશીયલ ઑ મીડિયાના માધ્યમથી લાઇવ દર્શન સુવિધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...