ઉજવણી:જલજીલણી એકાદશીએ હરિની પાલખીયાત્રા, નવા નીરથી જળાભિષેક

ઝાલાવાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડવાળા મંદિર દુધરેજ ધામે સાદગીપૂવર્ક ઉજવણી

ઝાલાવાડમાં જલજીલાણી એકાદસી નિમિતે નદીમાં આવેલ નવાનીર જીલવાની પરંપરા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક લોકોના આસ્થાના પ્રતિક સમા વડવાળા મંદિર દુધરેજ ધામે જલ જીલાણી અગીયારસ નિમિતે ઉજવણી કરાઇ હતી. જેમાં મહંત કનીરામદાસજી અને દુધરેજ મંદિરેથી ઠાકરજીની પાલખી યાત્રા નિકળી દુધલ સરોવર પહોંચી હતી. જ્યાં ઠાકરજીએ સરોવરમાં આવેલ નવા નીરને જલજીલ્યા હતા. દરવર્ષ આ આયોજન ધામધુમ પુર્વક કરાય છે પરંતુ આ વર્ષ કોરોના મહામારીને ધ્યાને લઇ સાદગી પુર્વક ઉજવણી કરાઇ હતી.

વઢવાણ નવાદરવાજા બહાર ગુરૂ ગુલાબસાહેબની જગ્યામાંથી ઠાકોરજીને ધર્મતળાવે લાવી સ્નાન સાથે નવા આભુષણોનો શણગાર બાદ ભક્તોજનોએ જીલણીયા ગાઇને ભગવાનની પધરામણી કરી હતી.

સાયલાના નાનાગામના રામજી મંદિરથી લાલકૃષ્ણને પાલખીમાં મુકીને તળાવે લઇ જઇને સ્નાનવીધી, પુજન આરતી કરાય છે. જ્યારે કોરોના વચ્ચે ભીડ ભેગી ન થાય માટે શાસ્ત્ર પુરતું સ્નાન કરાયું હતું. લાલબાપા મંદીરના મહંત દુર્ગાદાસજીએ અન્ય રામજી મંદિરો પણ વિવિધ કાર્યક્રમો યોજયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...