બેઠકનું રાજકારણ:વઢવાણ વિધાનસભામાં જૈન અને બ્રાહ્મણ સમાજમાં ભડકો, અન્યને મત આપીશું, ભાજપને તો નહીં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર ટિકિટનો મામલો ગરમાયો છે. જીજ્ઞાબેનની ટિકિટ કાપીને તાત્કાલિક જગદીશ મકવાણાને ટિકિટ આપતા સુરેન્દ્રનગરમાં રવિવારે સાંજે બ્રહમસમાજ, જૈન સમાજના આગેવાનોની તાત્કાલિક બેઠક મળી હતી. બંને સમાજના આગેવાનોએ એવો નિર્ણય જાહેર કર્યો હતો કે આ વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપના ઉમેદવારને મત નહીં આપીએ છતાં મતદાન તો કરીશું જ. અન્ય કોઇ ઉમેદવારની પસંદગી કરીને મત આપીશું પણ ભાજપને તો મત નહી જ આપીએ.બંને સમાજના આગવાનોના રોષને કારણે વઢવાણની બેઠકનું રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...