રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમ રાજપૂતાના પ્રિમિયર લીગ-2માં ચેમ્પિયન

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવા ગૃપ દ્વારા 8 દિવસીય રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજ્યભરમાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ અને પંચાસરની શિવશક્તિ ઇલેવન પહોંચી હતી. જેમાં ત્રણ રનથી સુરેન્દ્રનગર ટીમ વિજેતા બની ચેમ્પીયન બની હતી. આથી ટ્રોફી અને ઇનામ આપી સન્માન કરાયુ હતુ.

ક્ષત્રિય સમાજના યુવાનો એક જૂટ થાય ખેલદીલી ભાવના વધે માટે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા તા.3 જૂનથી રાજપુતાના પ્રિમીયર લીગ 2 ક્રિકેટ રાત્રી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતે.આથી સી.યુ.શાહ સ્પોર્ટસ ક્લબમાં રાજપૂત સમાજની રાજ્યભરમાંથી 32 ટીમ ભાગ લીધો હતો.જેમાં દરરોજ જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ મેચો રમાઇ હતી. જેની ફાઇનલ તા.10ના રોજ યોજાઇ હતી.જેમાં પંચાસરની શિવશક્તિ ઇલેવન અને સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમ પહોંચી હતી.જેમાં ટોસ જીતી જય ઝાલાવાડે પ્રથમ બેટીંગ કરતા 10 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 113 રન કર્યા હતા.જેના જવાબમાં શિવશક્તિ ઇલેવન ટીમે 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 110 રનજ કરી શકી હતી.

આ મેચ છેલ્લા બોલ સુધી રસાકસી ભરી રહી હતી જેમાં છેલ્લી ઓવરમાં યશપાલસિંહ પરમારે હેટ્રીક વિકેટ લઇ સુરેન્દ્રનગરની ટીમને 3 રને વિજય અપાવ્યો હતો. જેથી તેમને પ્લેયર ઓફ ધમેચ જાહેર કરાયા હતા. આ ટુર્નામેન્ટમાં મેનઓફધ સીરીઝ જયરાજસિંહ ચુડાસમા, બેસ્ટ બેટ્સમેન ક્રિપાલસિંહ ઝાલા, બેસ્ટ બોલર હર્ષપાલસિંહ ઝાલા, બેસ્ટ ફિલ્ડર મોક્ષરાજસિંહ જાડેજાને જાહેર કરાયા હતા.જ્યારે ચેમ્પીયન ટીમને 21 હજાર રોકડા અને ટ્રોફિ રનર અપને 11 હજાર રોકડ ઇનામ અપાયુ હતુ.ફાઇનલમાં સ્વાવર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો.અર્જુનસિંહજી રાણા, જિલ્લા ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડો.રુદ્રસિંહજી ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ કિશોરસિંહજી ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ રાણા, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ સિદ્ધરાજસિંહ હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું. આ આયોજન સફળ બનાવવા રવિરાજસિંહ પરમાર, ગીરીરાજસિંહ ઝાલા, ધ્રુવરાજસિંહ ચુડસમા, અજયસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના સેવાભાવી યુવાનોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...