સુરેન્દ્રનગર જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વિજ્ઞાન-ગણ િત-પર્યાવર ણ પ્રદર્શનનો પ્રારંભથયો છે.જેમાં 300થી વધુ બાળવૈજ્ઞાનિકોએ 160 અવનવી કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રદર્શન જોવા આવેલા હજારો બાળકોએ જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન સુત્ર સાર્થક કર્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણના ત્રણ લાખ બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોને નાના મોટા અખતરાઓ જાતે કરે છે. આ બાબત વૈજ્ઞાનિકોએ પ્રોત્સાહીત કરવા જિલ્લા શિક્ષણ તાલીમ ભવને બીડુ ઝડપ્યુ હતુ.
જેમાં ડાયેટના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા અને કન્વીનર પી.જે.મહેતાના માર્ગ દર્શન હેઠળ ત્રીદિવસીય વિજ્ઞાન-ગણ િત-પર્યાવર ણ પ્રદર્શનનું આયોજન કરાયુ હતુ.જેમાંતા.5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન તાલીમ ભવન સુરેન્દ્રનગર ખાતે હજારો બાળકો જોવા ઉમટ્યા હતા.આ પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગોમાં 160થી વધુ કૃતિઓ 300થી વધુ બાળ વૈજ્ઞાનિકોનએ રજૂકરી હતી.આ અંગે વિજ્ઞાન સલાહકાર પિયુષભાઇ મહેતાએ જણાવ્યુ કે આ પ્રદર્શનનુ મુખ્ય આકર્ષણ ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા છે.
જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણના બાળકોના પ્રશ્નો પુછી શકશે.જેમાં જવાબો આપશે આ પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં 50, માધ્યમીકમાં 30 અને ઉચ્ચતર માધ્યમીકમાં 10 જેટલી કૃતિઓ રજૂ થઇ છે. આ પ્રદર્શનમાં વિજેતા અને ભાગ લેનાર બાળવૈજ્ઞાનિકોને પ્રમાણ પત્ર સાથે સન્માન કરવામાંઆવશે.આ પ્રદર્શન ખુલ્લુમુકવાપ્રસંગે નાયબ દંડક જયદિશભાઇ મકવાણા, કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઇ મુજપરા, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય સહિત આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.