સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય સીટ ભાજપના ફાળે જતા ભાજપનો ભગવો લહેરાયો હતો, છતાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સહિતના મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહમાં એક પણ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નહોંતુ. જ્યારે વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાને સરકારના નાયબ મુખ્ય દંડક બનાવાયા છે. સરકારના નાયબ મુખ્ય દંડકને રાજ્યકક્ષાના મંત્રીને મળે છે, તે મુજબનો મોભો, પગાર, ભથ્થાઓ અને અન્ય સવલતો મળશે.
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 99 બેઠકો પ્રાપ્ત થઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિધાનસભા સીટ ભાજપના ફાળે અને અન્ય ચાર સીટો કોંગ્રેસના ફાળે ગઇ હતી. બાદમાં લીંબડી અને ધ્રાંગધ્રા સીટ પર પેટા ચૂંટણી યોજાતા બંને સીટ ભાજપે જીતી હતી. જેમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. અને તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય સીટ પર ભાજપની જીત થતાં ભાજપનો ભગવો લહેરાયો હતો. છતાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલા મુખ્યમંત્રી સહિતના મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારોહમાં એક પણ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નહોંતુ. જ્યારે વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણાને સરકારના નાયબ મુખ્ય દંડક બનાવાયા છે. સરકારના નાયબ મુખ્ય દંડકને રાજ્યકક્ષાના મંત્રીને મળે છે, તે મુજબનો મોભો, પગાર, ભથ્થાઓ અને અન્ય સવલતો મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.