સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાએ ફોર્મ ભર્યું હતું. આ બેઠક પર વઢવાણના હાલના ધારાસભ્ય ધનજી પટેલ તેમજ જેને પહેલા ટિકીટ મળી હતી એ જીજ્ઞાબેન પંડ્યા સ્ટેજ પર બેઠેલા જોવા મળ્યાં હતા.
બેઠક પર રાતોરાત ઉમેદવારમાં ફેરફાર કર્યો
સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક ઉપરથી ભાજપે કાલે સાંજના સમયે ઉમેદવારોમાં ફેરફાર કર્યો છે. જેમાં જીજ્ઞાબેન પંડ્યાના સ્થાને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપી છે. ત્યારે આજે જગદીશભાઈ મકવાણા ઉમેદવારી નોંધાવવા માટે મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે જીજ્ઞાબેન પંડ્યા અને અત્યારના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ પણ સાથે નજરે પડ્યા હતા.
ધનજીભાઈ પટેલે પણ પક્ષ પાસેથી ટિકિટ માંગી હતી. પરંતુ ટિકિટ આપવામાં આવી ન હતી, ત્યારે ગુરૂવારના દિવસે ભાજપે વઢવાણના ઉમેદવાર તરીકે જીજ્ઞાબેન પંડ્યાને જાહેર કર્યા હતા. જોકે, કાલે સાંજના સમયે ફેરફાર કરી અને હવે જગદીશભાઈને ટિકિટ આપી દીધી છે. આ દરમિયાન આજે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે એક સ્ટેજ ઉપર ત્રણેય નજરે પડી રહ્યા છે. જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.