1503 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો:જિલ્લાની ITIમાં 3352 તાલીમાર્થી પ્રવેશ સાથે નવા વર્ષમાં કારર્કિદીનું ઘડતર કરશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરની આઇટીઆઇમાં જ 1503 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાની આઇટીઆઈઓમાં પ્રવેશ કાર્ય ચાલુ છે. ત્યારે જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકના 3352 વિદ્યાર્થીઓએ જુદા જુદા ટ્રેડમાં પ્રવેશ મેળવી નવા વર્ષમાં પોતાના જીવનનું ઘડતર કરશે. કારણ કે આઇટીઆઈમાં કોર્ષ કરીને જિલ્લાના અનેક લોકો હાલમાં પણ રોજગારી મેળવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તીની સંખ્યા સાથે સાથે વિસ્તાર પણ વધી રહ્યો છે. તો બીજી તરફ બેરોજગારોની પણ સંખ્યા વધી રહી છે. ત્યારે આ બેરોજગારો રોજગારી મેળવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાની 10 થી વધુ આઇટીઆઈઓમાં તાલીમાર્થીઓ મહેનત કરી રહ્યા છે. આઇટીઆઈઓમાં સિવણ ટેકનોલોજી, કમ્પ્યૂટર હાર્ડવેર,મિકેનિક ડિઝલ, ફિટર,પાર્લર સહિતના ટ્રેડોની તાલીમ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કારણ કે, જિલ્લાના આવી આઇટીઆઈઓમાં જુદા જુદા ટ્રેડોની કુલ 3728 ભરવા પાત્ર જગ્યાઓ હતી.

જેના સામે તા. 23-10-2022 સુધીમાં 3352 જગ્યાઓ પર નવા તાલીમાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરની આઈટીઆઈમાં -1283 અને મહિલા આઇટીઆઈમાં-220 સહિત કુલ 1503 લોકોને પ્રવેશ મળ્યો હતો. બીજી તરફ આઇટીઆઈઓના જુદા જુદા ટ્રેડોમાં તાલીમ માટે સ્થાન મળતા તાલીમાર્થીઓમાં આનંદ ફેલાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં જે ગ્રાન્ટેડ આઇટીઆઈ (GIA) સેન્ટરો આવેલા છે તેમાં પણ 200ની સામે 200 જગ્યાઓ પણ ભરાઇ ગઇ હતી. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા આઇટીઆઈના પ્રિન્સિપાલ પી.કે.શાહે જણાવ્યું કે, આ પ્રવેશની કામગીરીમાં 4 રાઉન્ડમાં 3352 જગ્યાઓ ભરાઇ ગઇ છે. અને જે બાકી જગ્યાઓ છે તે ઉચ્ચકક્ષાએથી સૂચના મુજબ 5માં રાઉન્ડમાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...