પોસ્ટકાર્ડ અભિયાન:ITIના કર્મીઓએ મુખ્યમંત્રી સહિતને 500 પોસ્ટકાર્ડ લખ્યાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માંગણી નહીં પૂરી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી

આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે તેના પડધા સુરેન્દ્રનગર જિલ્લામાં પડતા 500થી વધુ પોસ્ટકાર્ડો મુખ્યમંત્રી સહિતનાઓને લખીને આાગમી સમયમાં કોઇ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 11થી વધુ આઈટીઆઈઓ આવેલી છે. જેમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના યુવક-યુવતીઓ વિવિધ વિભાગોમાં તાલીમ મેળવી ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યાં છે. તો બીજી તરફ આવા તાલીમાર્થીઓને આઈટીઆઈના કર્મીઓ પણ તાલીમ આપી રહ્યા છે. પરંતુ વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ન સંતોષાતા હાલ આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આઇટીઆઈના કર્મચારીઓના મુખ્યત્વે બે પડતર પ્રશ્નો ગ્રેડ પે અને સળંગ નોકરી ગણવા બાબતે લાંબા સમયથી ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય કારીગર તાલિમ યોજના કર્મચારી મંડળ વર્ગ 3ના નેજા હેઠળ સુરેન્દ્રનગર આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી, નાણાંમંત્રી, શ્રમ અને રોજગાર મંત્રીને પોસ્ટકાર્ડ મારફત પોતાની માંગણી અને લાગણી સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. અને જો આમારી પડતર માંગણી નહી પુરી થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...