તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રગ વિભાગ દ્વારા તપાસ:સુરેન્દ્રનગરમાંથી પકડાયેલા મ્યુકોરના ઇન્જેક્શનમાં કન્ટેન્ટ યોગ્ય ન હોવાનું ખૂલ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્જેક્શન ડુપ્લિકેટ છે કે સાચા તેની તપાસ ડ્રગ વિભાગને સોંપાઇ હતી
  • 7 શખસને ઝડપી લેવાયા છે જ્યારે શિવમ હજી પોલીસ પકડથી બહાર

સુરેન્દ્રનગરમાંથી મ્યુકોર માઇકોસીસની સારવારના ઇન્જેક્શન પકડાતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં બે લીંબડી, સુરેન્દ્રનગરના બે શખ્સો ત્યારબાદ ગાંધીનગર અને અંકલેશ્વરના વધુ ચારને ઝબ્બે કરાયા હતા. આ ઇન્જેક્શન સાચાછે કે ડુપ્લિકેટ તેની તપાસ ડ્રગ વિભાગને સોંપાઇ હતી. જેમાં આ ઇન્જેક્શનમાં વપરાયેલ મટિરિયલનું કન્ટેન્ટ યોગ્ય ન હોવાનું ખુલ્યું હતું. આથી આગળની તપાસ ડ્રગ ઇન્સપેક્ટર કરશે.

સિટી પોલીસ ટીમે સીજે હોસ્પિટલ પાસેથી લીંબડીના ખોડિયાર નગરમાં રહેતા દલસુખ જેરામભાઇ પરમાર ત્યારબાદ હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઇ મન્સુરીને 20 ઇન્જેક્શન કિંમત રૂ.1.40 લાખ સાથે ઝડપી પાડ્યો હતો. આ બંન્નેના રિમાન્ડ દરમિયાન તરૂણ ઉર્ફે શિવમ રાવલ અને અમદાવાદના પ્રિત શાંતીભાઇ ત્રાંબડિયાનું નામ ખૂલ્યું હતું. જેમાં પ્રિતને ઝડપી પડાયો હતો. ત્યારબાદ કડીબદ્ધ તપાસમાં અંકલેશ્વરની લેબમાંથી કાઢવામાં આવ્યાનું ખૂલતા અને ગાંધીનગરના શખસોએ સુરેન્દ્રનગર પહોંચાડ્યાનુ઼ ખૂલ્યું હતું.

ગાંધીનગર રહેતા દિગ્વીજયસિંહ વાઘેલા, જજ્ઞેશ પટેલ અને અંકલેશ્વરનો કેતન પટેલ અને અભય સુરેન્દ્રપાલ સિંધીને પકડી પાડ્યા હતા. 20 ઇન્જેક્શન ડુપ્લિકેટ છે કે નહીં તેની વિગતો મેળવવા ડ્રગ વિભાગની મદદ લેવા સેમ્પલ મોકલાયા હતા. જેનો રિપોર્ટ આવ્યો હતો. આ અંગે સી.ટી. પીઆઇ વી.વી.ત્રિવેદીએ જણાવ્યું કે ઇન્જેકશનના સેમ્પલની તપાસ ડ્રગ ઇન્સપેક્ટરે કરતા તેની બનાવટમાં મટિરિયલનું કન્ટેઇન યોગ્ય ન હોવાનું ખૂલ્યુ હતું.આથી આ અંગેની આગળની તપાસ ડ્રગ ઇન્સપેક્ટર કરશે.

અન્ય સમાચારો પણ છે...