જેઠમાં અષ।ઢી માહોલ:સુરેન્દ્રનગરના લીંબડી, સાયલા, મુળી અને ચુડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના લીંબડી, સાયલા, મુળી અને ચુડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
  • ખેડૂતોને વહેલું વાવેતર થવાની આશા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 8મી જૂનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે જ મેઘરાજાએ દસ્તક દીધી હતી. સુરેન્દ્રનગરના લીંબડી, સાયલા, મૂળી અને ચુડામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, સાયલા, મૂળી અને ચુડા તાલુકાના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો. આકરી ગરમીની વચ્ચે જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરેન્દ્રનગરના લીંબડી,સાયલા, મુળી અને ચુડા સહિતના વિસ્તારોમાં વરસાદથી આગોતરા વાવેતરને ફાયદો થવાની આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...